2 વર્ષ પહેલા બંધ થઇ ગયેલું વ્યક્તિનું હદય અચાનક જ ધબકવા લાગ્યું- જોઇને ડોકટરો પણ ચોકી ઉઠ્યા

Published on: 7:41 pm, Tue, 12 October 21

નોઇડા(Noida): તાજેતરમાં અંગદાનના ઘણા કિસ્સા સામે આવ્યા છે. અંગદાન(Organ donation) કરીને લોકોનો જીવ બચાવી શકાય છે. પણ દરેક લોકોને અંગ ન મળી રહે તો તેના માટે કુત્રિમ અંગો પણ બનાવવામાં આવ્યા છે. જેનાથી તેમને કુત્રિમ અંગો(Prostheses)ના સહારે નવું જીવન આપી શકાય છે.

હાલમાં એક આશ્ચર્યજનક કિસ્સો દિલ્હીના નોઈડામાંથી સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિનું હૃદય કામ કરતુ બંધ થઇ ગયું હતું. તો તે વ્યક્તિ પોતાની સારવાર કરાવા માટે ઈરાનથી નોઈડા આવ્યો હતો. તે વ્યક્તિને હૃદય ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. પરંતુ, તે દરમિયાન હૃદય ન હોવાથી તેને કુત્રિમ હૃદયનો સપોર્ટ આપવામાં આવ્યો હતો.

સારવાર કરાવ્યા બાદ યુવક પોતાના દેશ પરત ચાલ્યો ગયો હતો. અને તે ખુબ જ સ્વસ્થ જીવન જીવી રહ્યો હતો. બે વર્ષ પછી અચાનક યુવકનું બંધ પડી ગયેલું હૃદય પાછું ધબકવા લાગ્યું. આ જોઈને બધા જ લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. આજ સુધી દુનિયામાં આવા ત્રણ જ બનાવ બન્યા છે અને ભારતમાં આ બનાવ પહેલો છે.

જાણવા મળ્યું છે કે, બાદમાં આ યુવકના શરીરમાંથી કુત્રિમ હૃદય કાઢીને યોગ્ય સારવાર કરીને પરત પોતાના દેશ મોકલી દેવામાં આવ્યો છે. આ અંગે ડોક્ટરોના જણાવ્યા મુજબ, તેમનું હૃદય પહેલા કરતા પણ વધુ સ્વસ્થ થઇ ગયું છે અને આ યુવક હાલ ખુબ જ સ્વસ્થ જીવન જીવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.