અમરનાથની ગુફામાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. જે આજદિન સુધી બહાર આવ્યા નથી. અમરનાથની આ પાવન ગુફામાં બરફના ટીપાથી બનવા વાળા શિવલિંગને પણ દેવીય ચમત્કાર મનાય છે. લોક માન્યતા એવી છે કે, આ ગુફામાં સદીઓથી એક કબૂતરની જોડી રહે છે. શું તમને આ વાત ખબર છે કે, આ ગુફામાં ભગવાન શિવ કેવી રીતે આવ્યા હતા? આજે અમે તમને જણાવીશું કે, આ ગુફામાં રહેતી કબૂતરની જોડી સદીઓથી છે કે શું… આવો જાણીએ.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે, અમરનાથની ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વની કથા સંભળાવી હતી. એક વાર માતા પાર્વતીજીએ મહાદેવને પ્રશ્ન પૂછ્યો હતો કે, તમે શા માટે અમર છો અને તમારા ગળામાં પડેલી નર્મદાની માળા નું રહસ્ય શું છે? ત્યારબાદ ભગવાન શિવે માતા પાર્વતીને જવાબ આપતા ખચકાયા અને તે પ્રશ્નને ટાળી દીધો. બીજી બાજુ માતા પાર્વતીજી પણ અડીખમ રહ્યા જેના કારણે મહાદેવ આ રહસ્ય જણાવવા માટે તૈયાર થયા.
માતા પાર્વતીએ પૂછેલ આ રહસ્યને જણાવવા માટે ભગવાન શિવને એક એકાંત જગ્યાની જરૂર હતી, તેથી તેઓ તપાસ કરવા લાગ્યા. શિવજીએ પોતાના વાહન નંદીને સૌથી પહેલા છોડી દીધા અને તેને જે જગ્યાએ છોડ્યા હતા તેને પહલગામ કહેવાય છે અહીંયાથી અમરનાથ યાત્રા શરૂ થાય છે અને ત્યાંથી થોડે આગળ જતાં ભગવાન શિવજીએ પોતાના માથાના ચંદ્રને અલગ કરી દીધા તે જગ્યા ચંદનવાડી તરીકે ઓળખાય છે.
ત્યારબાદ મહાદેવે પંચતરણીમાં ગંગાજી અને ગળામાં રહેલ સાપને છોડી દીધા છે. જેના કારણે આ જગ્યાનું નામ શેષનાગ પડ્યું. ત્યારબાદ આગળ જતાં ભગવાન શિવે ગણેશજીને છોડી દીધા જે જગ્યાનું નામ ગણેશ ટોપ છે. આ રીતે આ બધા જ લોકોને પાછળ છોડીને ભગવાન શિવ માતા પાર્વતી સાથે તે ગુફામાં પ્રવેશ્યા. ત્યારબાદ ગુફામાં કોઈ ત્રીજી વ્યક્તિ આવે નહીં તે માટે ભગવાન શિવે ગુફા ની આજુબાજુ અગ્નિ પ્રજ્વલિત કરી.
પછી મહાદેવે પાર્વતીને જીવનના રહસ્યનેની વાર્તા કહેવાનું શરૂ કર્યું. શિવજી જ્યારે પાર્વતીજીને કથા સંભળાવી રહ્યા હતા ત્યારે પાર્વતીજીને ઊંઘ આવી જાય છે. અને ત્યાં પાસે રહેલા બે સફેદ કબુતર આ કથા સાંભળી જાય છે. સંપૂર્ણ કથા પૂર્ણ થઈ ગઈ ત્યાર બાદ મહાદેવનું ધ્યાન પાર્વતી તરફ જાય છે અને તેઓ પાર્વતીજીને ઊંઘતા જુએ છે ત્યારબાદ મહાદેવ ની નજર આ બંને કબૂતર પર જાય છે અને મહાદેવ ક્રોધિત થઈ જાય છે. બંને કબુતર મહાદેવ પાસે જાય છે અને કહે છે કે, અમે તમારી સંપૂર્ણ કથા સાંભળી છે જો તમે અમને મારી નાખશો તો તમારી આ વાર્તા ખોટી પડશે. ત્યારબાદ મહાદેવ બને કબૂતરને આશીર્વાદ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.