‘સેમ ટુ સેમ’ ઐશ્વર્યા રાય જેવી દેખાય છે આ મોર્ડન- ‘ગુલાબો’ સોંગ પર એવો ડાન્સ કર્યો કે, જોતા રહી ગયા લોકો

બોલીવુડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન(Miss World Aishwarya Rai Bachchan) ખાસ કરીને તેની એકટીંગ માટે વિશ્વભરમાં ઓળખાય છે. ઐશ્વર્યા રાયે 1994માં વર્લ્ડ…

બોલીવુડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન(Miss World Aishwarya Rai Bachchan) ખાસ કરીને તેની એકટીંગ માટે વિશ્વભરમાં ઓળખાય છે. ઐશ્વર્યા રાયે 1994માં વર્લ્ડ બ્યુટીનો ખિતાબ જીતીને દુનિયાભરમાં દેશનું નામ રોશન કર્યું હતું. ત્યાર પછી તે બોલિવૂડ(Bollywood) તરફ વળી અને તેની શાનદાર એક્ટિંગ(Great acting)થી તેણે ‘તાલ’, ‘હમ દિલ દે ચૂકે સનમ(Hum dil de chuke sanam)’, ‘જોધા અકબર(Jodha Akbar)’ અને ‘ગુરુ’ જેવી યાદગાર ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. પરંતુ ઘણીવાર બોલિવૂડની જાણીતી ઘણી હસ્તીઓના લુક સમાન હોય છે અને તેઓ ઘણા પોપુલર પણ હોય છે. આવું જ એક નામ આશિતા સિંહનું છે. તે બિલકુલ ઐશ્વર્યા રાય જેવી જ દેખાય છે અને તેના વિડીયો પણ સતત ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Aashita Singh (@aashitarathore)

આશિતા સિંહના ઇન્સ્ટાગ્રામ પર 28 હજારથી વધુ ફોલોઅર્સ છે અને તેણે પ્રોફાઇલમાં પોતાને એક કલાકાર ગણાવ્યો છે. આટલું જ નહીં તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી પણ જાણવા મળે છે કે તે ઈન્દોરની રહેવાસી છે. પરંતુ તેનો વિડીયો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ અને એક્સપ્રેશન વીડિયો સતત શેર કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Aashita Singh (@aashitarathore)

ઐશ્વર્યા રાયની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘પોન્નિયન સેલવન’નો સમાવેશ થાય છે જેનું નિર્દેશન મણિ રત્નમ કરી રહ્યા છે. પોન્નિયન સેલવનને બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. પહેલો ભાગ આ વર્ષે 30 સપ્ટેમ્બરે તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *