રશિયા: હાલમાં રશિયા(Russia)માંથી એક ગોન્ઝારો વિમાન અકસ્માત સામે આવ્યો છે. જેમાં તાતારસ્તાન(Tatarstan)માં રવિવારે વિમાન દુર્ઘટના(Plane crash)માં 16 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઈમરજન્સી સર્વિસ સ્પુતનિકે(Emergency Service Sputnik) જણાવ્યું કે, 7 ઘાયલોને હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવ્યાં છે.
જોકે, બાકીના 16 જીવતા હોવાની કોઈ માહિતી સામે આવી નથી. આ વિમાન લેટ L-410 ટર્બોલેટ હતું. જે બે એન્જિનવાળુ શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે. તાજેતરમાં જ રશિયામાં વિમાની સુરક્ષાના માપદંડોમાં સુધારો થયો છે. જોકે, રિમોટ વિસ્તારમાં જૂના વિમાનોમાં દુર્ઘટનાઓ ઘટી નથી.
TASS સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, ડિઝાસ્ટર મંત્રાલયે કહ્યું કે વિમાનમાં પેરાશૂટમાંથી કૂૂદનારાઓનું એક ગ્રુપ સવાર હતું. હાલ કાટમાળમાંથી 7 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. આ વિમાન L-410 ટર્બોલેટ હતું, જે બે એન્જિનવાળું શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ હોવાનું સામે આવ્યું છે.
હાલમાં જ રશિયામાં વિમાનના સુરક્ષા માપદંડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમ છતાં દૂરના વિસ્તોરોમાં દુર્ઘટનાઓ વારંવાર થતી રહે છે. આ પહેલા એન્ટોનોવ એનએન-26 વિમાન ગયા મહિને પૂર્વ રશિયામાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જેમાં છ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે જુલાઈમાં કામચટકામાં એક પ્લેન દુર્ઘટનામાં એન્ટોનોવ એનએન-26 ટ્વિન-એન્જિન ટર્બોપ્રોપમાં સવાર તમામ 28 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું.
છેલ્લા થોડા વર્ષોમાં મોટી દુર્ઘટનાનો શિકાર થયા રશિયાના વિમાન
2020માં દક્ષિણ સૂડાનમાં જૂબા એરપોર્ટ પરથી ઉડાન ભારતી વખતે સાઉથ-વેસ્ટ એવિએશન An-26 ટબ્રોપ્રોપ વિમાન ક્રેશ થઈ ગયું હતું.
2020 સપ્ટેમ્બરમાં યુક્રેનના પૂર્વ સ્થિત યુગયેવ પ્રાંતમાં લેન્ડ થવા જઈ રહેલુ An-26 વિમાન જમીન પર પટકાયું હતું. જેમાં વિમાનમાં બેઠેલા 28માંથી 22 લોકોના મોત નીપજ્યા હતા.
2019માં ફલેગ કેરિયર એરલાઈન્સ Aerofotનું વિમાન સુખોઈ સુપરપજેટ મોસ્કો એરપોર્ટના રનવે પર ક્રેશ લેન્ડ થયું અને તેમાં અચાનક આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં 41 લોકોના મોત થયા હતા.
ફેબ્રુઆરી, 2018માં સારટોવ એરલાઈન્સનું An-148 એરક્રાફટ ઉડાન ભરવાના થોડા સમય પછી જ મોસ્કોની નજીક ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 71 લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.