Police complaint against BJP leader in Anand: ફરી એકવાર ભાજપના નેતાનો એક કાંડ સામે આવ્યો છે.આણંદ ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્યએ એકલતાનો લાભ લઈ 15 વર્ષીય કિશોરીની આબરૂ લેવાની કોશિષ કરતા ચકચાર મચી છે.ત્યારે આ મામલે કિશોરીના માવતરની ફરીયાદને આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી( Police complaint against BJP leader in Anand ), કાર્યવાહી હાથ ધરી છે.
એકલતાનો લાભ લઇ કરી હતી છેડછાડ
આણંદ શહેરમાં રહેતી 15 વર્ષીય એક કિશોરી ગત તારીખ 6 નવેમ્બરના રોજ મોડી સાંજના સમયે પોતાના ઘરે એકલી હતી. તે વખતે આણંદ ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લક્ષ્મણદાસ લુહાણાએ (રહે.ભગતસિંહ સ્ટેચ્યુ પાસે, સતકવર સોસાયટી, આણંદ) આ કિશોરીના ઘરે જઈને પીવા માટે પાણી માંગ્યું હતું.
જેથી કિશોરી પાણી લઈને વિક્રમ પાસે ગઈ હતી. તે વખતે વિક્રમે આ કિશોરીનો હાથ પકડી પોતાની પાસે બેસાડી દઈ શારીરિક છેડછાડ કરી હતી અને આ કિશોરીને પકડીને બાથરૂમમાં લઈ જવાનુ કહી, આબરૂ લેવાની કોશિષ કરી હતી ત્યારે તેની આ હરકતના કારણે કિશોરી ડરી ગઈ હતી.
આવી હરકત કર્યા પછી કિશોરીને ધમકી આપી ભાગી ગયો
જે બાદ વિક્રમ આ કિશોરીના ઘરની બહાર નીકળી ગયો હતો અને તુમ્હારી મમ્મી કો યે બાત બતાયા તો સ્કુલ સે દોનો કો ઉઠવા લુંગા એવી ધમકી કિશોરીને આપી ભાગી ગયો હતો. જેથી કિશોરી ડરી ગઈ હતી. તેમ છતાં કિશોરીએ હિંમત કરી સઘળી હકીકત પોતાના માવતરને જણાવી હતી. જેથી કિશોરીના માવતરે આજરોજ આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા વિરુદ્ધ આઈ.પી.સી કલમ 354, 506 તેમજ પોક્સો એક્ટની કલમ 12 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube