કારને રોકવા પોલીસ જવાન બોનેટ પર ચડી ગયો, કારચાલકે 1.5 કિલોમીટર દૂર જઈ ઉતાર્યો- જુઓ વિડીયો

ભારતના પાટનગર નવી દિલ્હીમાં રોડ પર ચેકિંગ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલે કાર અટકાવવાનો પ્રયાસ કર્યો પણ પેલા કારચાલકે કાર ઉભી ના રાખી. એટલે કાર ભગાવી રહેલા એક કારચાલકને પકડવા કોન્સ્ટેબલ કારના બોનેટ પર ચડીને બેસી ગયો હતો અને આમ છતાં કારચાલક એને દોઢ કિલોમીટર સુધી ઘસડી ગયો હતો. દોઢેક કિલોમીટર ભગાવ્યા પછી એણે કાર રોકી અને કોન્સ્ટેબલને બોનેટ પરથી ઊતરવાનું કહ્યું. જેવો પોલીસ કોન્સ્ટેબલ ઊતર્યો કે તરત પેલો ફરી કાર ભગાવી ગયો હતો.

આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલી વ્યક્તિએ આ વિડિયો બનાવ્યો હતો. આ વિડિયો ક્લીપ વાઇરલ થયા બાદ પોલીસ હવે સક્રિય થઇ હતી અને કારચાલકને પકડી પાડવાની કવાયત શરૂ કરી હતી. જો કે આ ઘટના 2019ના નવેંબરની છે જ્યારે નાગલોઇ ચોક પર પોલીસ ટ્રાફિકના નિયમો તોડનારા લોકો સામે રસીદ બનાવી રહ્યા હતા ત્યારે સાવ વિરુદ્ધ દિશામાંથી એક કાર ધસી આવી હતી.

પોલીસ કોન્સ્ટેબલે એનો રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર અટકાવવાને બદલે પેલાએ કાર દોડાવવાનું ચાલુ રાખ્યું હતું એટલે એક કોન્સ્ટેબલ કારના બોનેટ પર ચડી ગયો હતો. એના જાનનું જોખમ હતું છતાં પેલાએ કાર અટકાવી નહોતી. દોઢેક કિલોમીટર કાર દોડાવ્યા પછી એણે કાર રોકી હતી.  જેવો કોન્સ્ટેબલ બોનેટ પરથી ઊતર્યો કે તરત પેલો ફરી કાર ભગાવી ગયો હતો. હવે કાર અને એના ડ્રાઇવરને શોધી કાઢવા પોલીસ તપાસ ચાલુ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *