ટ્રાફિક પોલીસ (Traffic police) દ્વારા જયારે કોઈ નાગરિકને હેલમેટ(Helmet) નહીં પહેરવા બદલ પકડવામાં આવે છે, ત્યારે તે નાગરિકનાં મનમાં એક સવાલ ઉત્પન્ન થાય છે કે, પોલીસ કર્મચારી જયારે પણ હેલમેટ વિના ગાડી લઈને બહાર નીકળે ત્યારે તેમની સામે કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી? જયારે આ વાત એકદમ સાચી છે. કારણ કે સરકાર(Government) દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ કાયદાઓ બધાને માટે સમાન જ હોય છે. આ સંજોગોને ધ્યાનમાં રાખતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર(Commissioner) દ્વારા હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવનાર પોલીસ અધિકારી-કર્મીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, આગામી 26 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી આ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.
જયારે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ(Sanjay Srivastava) દ્વારા આપવામાં આવેલ આદેશ અનુસાર પોલીસ અધિકારી-કર્મીઓ પોતાની ફરજ પર આવતાં-જતાં હેલમેટ પહેર્યા વગર કાયદાનો ભંગ કરી વાહન ચલાવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હેલમેટ વિના ગાડી ચલાવવીએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કર્યું કહેવાય છે. જયારે આ અંગે ચુસ્ત અમલ કરવા માટે 26 માર્ચથી 1 એપ્રિલ એમ સાત દિવસ સુધી ખાસ ઝુંબેશ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, આ ઝુંબેશ દરમિયાન ભંગ કરનારા કર્મચારીઓ પાસેથી દંડનો વસુલાત કરવામાં આવશે. તે ઉપરાંત ઉપરી અધિકારીઓ દ્વારા નિયમનું ભંગ કરનારા પોલીસ કર્મીઓ સામે શિસ્ત વિરુદ્ધના પગલાં લેવાનો રીપોર્ટ પણ કરવાનો રહેશે.
મળતી માહિતી અનુસાર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા બદલ પોલીસ હેડક્વાર્ટર, પોલીસ કમિશનર કચેરી અને તમામ પોલીસ અધિકારીની કચેરીમાં આવતા-જતા પોલીસ કર્મીઓ દ્વારા જો કાયદાનો ભંગ કરવામાં આવશે તો તેમની વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કેસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જયારે આ સ્થળોએ ચેકિંગ પોઈન્ટ પણ ગોઠવવાનો હુકમ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ કામગીરીનો અહેવાલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે સંબંધિત ઝોનના DCPને મોકલવાનો રહેશે:
મળતી માહિતી અનુસાર આ ઝુંબેશ દરમિયાન કરવામાં આવેલ કામગીરીનાં તમામ અહેવાલ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે પોતાના સંબંધિત ઝોન DCPને મોકલવામાં આવશે. જયારે આ તમામ કામગીરીનો અહેવાલ દર બીજી દિવસ દરમિયાન સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિકની કચેરીને ઈમેઈલ કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.