સુરતમાં ફરીથી અહિયાં મળી લાખો રૂપિયાની નકલી ઘડિયાળ: પહેલા પણ આ જ દુકાનમાંથી મળી હતી કરોડોની ઘડિયાળ…

સુરતમાં ભાગળની સના ટાઈમ દુકાનમાંથી 61.23 લાખની રાડો, રોલેક્ષ સહિતની ડુપ્લીકેટ ઘડિયાળનો જથ્થો ઝડપાયો, 10 મહિના પહેલા આ જ દુકાનમાંથી 3.31 કરોડની ડુપ્લીકેટ ઘડિયાળ મળી હતી

સુરત શહેરના ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં મહિધરપુરા પોલીસે છાપો માર્યો હતો. પોલીસે 61.23 લાખની કિંમતની રાડો, રોલેક્ષ સહિતની અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ 2075 ઘડિયાળ સાથે દુકાન માલિક ઈરફાન મેમણની ધરપકડ કરી હતી.

આ જ દુકાનમાં ફેબ્રુઆરી મહિનામાં CID ક્રાઈમની ટીમે પણ છાપો માર્યો હતો. ત્યારે તેને રૂપિયા 3.31 કરોડની ડુપ્લીકેટ ઘડિયાળના જથ્થા સાથે બે ભાઈઓની ધરપકડ કરી હતી. મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, PIની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં ફરતા હતા. તે દરમિયાન મળેલી માહિતીના આધારે ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં છાપો માર્યો હતો.

પોલીસને દુકાનમાંથી જાણીતી બ્રાન્ડ હયુબ્લોટ, ટીશોટ, ટેગ હ્નાઅર, રાડો, ઓમેગા, અરમાની, કાર્ટિયર, પોલીસ, સી.કે, ડીઝલ, લ્યુમીનર, રોલેક્ષ, એડમરપીઝટ, ફ્રેક્મીલર, કોરમ, યુલીસનાડીન, જી શોક, માઉન્ટ બ્લેક, ઇનવિકટા, માઇકલ કોર્સ, સેવન ફ્રાઇડે, ફોસીલ, સનેલ, ગેસ, જીસી, ડીઓર, ગુચી, પેટેકફિલીપ, વર્સાચી કંપનીની ડુપ્લીકેટ રીસ્ટ વોચનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે 2075 નંગ ડુપ્લીકેટ ઘડિયાળ કબજે કરવામાં આવી હતી જેની કિંમત 61.23 લાખ હતી. જ્યારે દુકાનના માલિક ઇરફાન નુરમોહમદ મેમણની ધરપકડ કરી હતી. તેની પાસે રહેતા ત્રણ મોબાઇલ સાથે કુલ રૂપિયા 61.30 લાખનો માલ કબ્જે કરી કાર્યવાહી શરુ કરી હતી.

ઉપરાંત 18 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત CID ક્રાઇમને મળેલી ફરિયાદના આધારે આ જ દુકાનમાં રેડ કરી ત્યાંથી ભાજીવાળી પોળમાં આવેલા ગોડાઉનમાંથી 3.31 કરોડની કિંમતની જાણીતી બ્રાન્ડની ડુપ્લીકેટ ઘડિયાળ 11031 નંગ કબજે કરી હતી. CID ક્રાઇમે તે સમયે ઇરફાન ઉપરાંત તેના ભાઇ ઇમ્તિયાઝની પણ ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *