હરિયાણાથી બે વખત સાંસદ રહી ચૂકેલા બીજેપી નેતા સુરેન્દ્ર દિકરા પ્રશાંત વિરુદ્ધ દિલ્હીના શકરપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની એફઆઈઆર નોંધવામાં આવી છે. પ્રશાંત ઉપર એક મહિલાને લગ્ન અને નોકરીની લાલચ આપી તેની સાથે રેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
ડીસીપીએ આ મામલે કહ્યું કે પીડિત મહિલાએ આ સંબંધે ફરીયાદ કરી હતી. જેના બાદ ૬ જૂનના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. ડીસીપીના જણાવ્યા અનુસાર આરોપી અને પિડીતા 2017 થી એકબીજાના સંપર્કમાં હતા. તેમજ મહિલાનો આરોપ છે કે પ્રશાંત બરવાળા એ તેને લગ્ન અને નોકરીની લાલચ આપી રેપ કર્યો તેનાથી તે પ્રેગ્નેટ થઈ ગઈ.
બલાત્કારનો આરોપી પ્રશાંત બરવાળા સુરેન્દ્ર બરવાળાનો દીકરો છે. સુરેન્દ્ર બરવાળા ૧૯૯૮ અને ૧૯૯૯માં હિસારથી નેશનલ ઇન્ડિયન લોક દળની ટિકિટ પર સાંસદ રહી ચૂક્યા છે. હમણાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે. બરવાળા 2014 વિધાનસભા ચૂંટણી પહેલા bjp માં જોડાયા હતા. તેઓ જિંદથી બીજેપી ટિકિટ પર ચૂંટણી લડયા હતા પરંતુ હારી ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news