ઓરિસ્સામાં લોકોએ કંઈક એવું જોયું જેને જોઈને તેઓ હેરાન રહી ગયા. લોકોએ બે મોઢાવાળો દુર્લભ સાપ જોયો. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ આ વીડિયો ને શેર કર્યો છે. ચોંકાવી દેનાર સ્ટેજમાં જોઇ શકાય છે કે જમીન ઉપર 2 માથાવાળો સાપ ચાલી રહ્યો હતો. આ સાપને વોલ્ફ સ્નેક કહેવામાં આવે છે.
ધ મીરરની ખબર અનુસાર બે મોઢા વાળો સાપ ઝેરીલો નથી હોતો. બે મોઢાવાળા સાપ ની ચાર આંખો અને 2 જીભ હોય છે પરંતુ શરીર એક હોય છે.બંને માથાઓ એકબીજાથી સ્વતંત્ર રૂપે કામ કરે છે જેનો અર્થ એ પણ છે કે તેમને ભોજન માટે લડતા જોવા મળી આવ્યા હતા.
સાપનો વીડિયો જાહેર કરતાં સુશાંત નંદાએ લખ્યું કે ઓડિશાના એક જિલ્લામાં ફોરેસ્ટ રેન્જ અંદર એક ઘરમાંથી બે મોઢાવાળો દુર્લભ વોલ્ફ સ્નેક ને બચાવવામાં આવ્યો.તેમણે કહ્યું કે રેસ્ક્યું કર્યા બાદ સાપને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો .
અહીંયા જુઓ વાયરલ વીડીયો
A rare wolf snake with two fully formed heads was rescued from a house in the Dehnkikote Forrest range of Keonjhar district in Odisha.
Later released in Forests. pic.twitter.com/7fE0eMciEB— Susanta Nanda IFS (@susantananda3) May 7, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.