રીક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરનાર રિક્ષાચાલકે 175 વિદ્યાર્થીઓની ફી માફ કરી

ગુજરાતના ભાવનગર જીલ્લામાં ઘણી-બધી શાળાઓ આવી છે અને મોટા ભાગની સ્કુલો વાહન ભાડામાં પણ પોતાની બસો દોડાવી રહી છે. નછુટકે રીક્ષા ચાલકો કે અન્ય વાહન…

ગુજરાતના ભાવનગર જીલ્લામાં ઘણી-બધી શાળાઓ આવી છે અને મોટા ભાગની સ્કુલો વાહન ભાડામાં પણ પોતાની બસો દોડાવી રહી છે. નછુટકે રીક્ષા ચાલકો કે અન્ય વાહન ચાલકોને રળવાની થોડી તક મળે છે. એકતરફ લોકડાઉનમાં લોકોએ કમાયેલુ વાપરી નાખ્યું છે અને નવી આવક બંધ થઈ છે ત્યારે આવા કપરા સમયમાં વાલી પાસે વાહન બાડુ વસુલવાની વૃત્તિ ટીકાસ્પદ બની છે. આમ વેરાણરણમાં મીઠી વીરડી સમાન વડવાના એક રીક્ષા ચાલકે 175 બાળકોનું વાહન ભાડુ શાળા શરૂ ન થાય ત્યાં સુધી ન લેવા નિર્ણય કર્યો છે.

મકાન અને દુકાન ભાડે આપી મોટા ભાડા વસુલ કરનાર બેંકો લોનમાં રાહત આપી પાછળથી મોટા વ્યાજ વસુલે છે. મોટી શાળાની ફી માફી તો કરી નથી પણ વાહનોની ફી લેવાની વૃત્તીવાળા લોકો માટે પણ પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર દેશમાં જ્યારે કોરોના વાયરસનો કેસ છે ત્યારે લોકોની પરિસ્થિતિ કફોડી બની છે. ત્યારે લોકોને ખાવાના વાંધા પડી ગયા છે. ત્યારે લોકોની વહારે અન્ય સામાજિક સંસ્થાઓ આવી છે.

બધા પોતપોતાની રીતે લોકોની મદદ કરી રહ્યા છે ત્યારે સ્કુલે મુખ્યમંત્રીના કહેવાથી વાલીઓને ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના સુધી રાહત આપી છે ત્યારે ભાવનગરમાં રિક્ષા ચાલકની અનોખી મિશાલ સામે આવી છે. જ્યારે લોકડાઉનને લઈને લોકોને ખાવાના વાંધા છે ત્યારે આ રિક્ષાચાલકે પોતાની રીક્ષામાં આવતા ૧૭૫ બાળકોની ફી તદન માફ કરી છે. ભાવનગરના અમીપરા વિસ્તારમાં રહેતા ઈમરાનભાઈ હારૂનભાઈ બેલીમ ચમન પોતાનું ભરણપોષણ રીક્ષા ચલાવી કરે છે. તેમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે તેમની રિક્ષામાં ટોટલ ૧૭૫ બાળકો આવે છે અને તેમની આવક ૩૫ હજાર થાય છે.

ઈમરાનભાઈ લોકડાઉનને લઈ પોતાની આવકમાંથી ૩૫ હજાર જતા કર્યા છે. આ રિક્ષા ચાલકે અનોખી મિશાલ કાયમ કરી છે. જે તે શાળા શિક્ષણ ફી જતી કરી નથી અને વાહન ફી પણ જતી કરવા માંગતા નથી વાલીઓની આર્થિક કમર તુટી ગઈ છે ત્યારે દરેક શાળાએ પોતાની સ્કુલબસ અને વાહન ભાડુ જતુ કરી હાલની કોરોના મહામારીમાં પોતાની કોરોના વોરીયર્સની ભૂમિકા બજાવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *