રાજ્યમાં મેઘાએ જળબંબાકાર સર્જી દીધો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સીઝનનો મોટાભાગનો વરસાદ થઇ ચુક્યો છે. ભારે વરસાદથી સેકંડો લોકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને સેકંડો લોકોને ઘર છોડી સુરક્ષિત જગ્યાએ જવાનો વારો આવ્યો છે. સાથોસાથ વરસાદ ‘ભ્રષ્ટ’ તંત્રને પણ ઉઘાડું પાડ્યું છે. કરોડોના પ્રોજેક્ટમાં પોતાના ખિસ્સા ભરી હલકી ગુણવત્તાનો માલ ઉપયોગ કરી કામ કરાવતા અધિકારીઓની પોલ વરસાદે ખોલી છે. હાલ અરવલ્લીમાં આવી જ ઘટના સામે આવી છે.
બાયડ તાલુકાના બાયડથી ઓખા સુધીનો રસ્તો વર્ષોથી જર્જરિત હાલતમાં હતો અને ચાર માસ અગાઉ મંજૂર રકમ મુજબ રોડનું કામ પૂર્ણ થયું હતું. ત્યારે ચોમાસું શરૂ થાય તે પહેલા જ વરસાદે આ કરોડોના માર્ગો પર મોટી-મોટી તિરાડો પડી ગઈ છે. મળતી માહિતી અનુસાર, આ માર્ગને તૈયાર કરવામાં 25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ પહેલા જ વરસાદમાં આ રોડની એવી હાલત થઇ ગઈ છે કે, જોઈને લાગે આ રોડ છે કે શું?
સિઝનના પહેલા જ વરસાદમાં રોડ તૂટતા લોકોમાં ભારે રોષની લાગણી દેખાઈ છે. ચાર મહિના પહેલા જ જે માર્ગનું કામ પૂરું થયું એ રોડની હાલત જોઇને લોકો સ્તબ્ધ થઇ ગયા છે. લોકોનું કહેવું છે કે, આ રોડ બનવવામાં કેટલી હદે અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હશે. એક જાગૃત વ્યક્તિએ આ ડામર રોડમાં થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા તૂટેલ રોડ પર પુષ્પાંજલી અર્પિત કરી માર્ગને શ્રદ્ધાંજલી આપી હતી.
25 કરોડના ખર્ચે બનેલા આ રોડમાં તિરાડો જોઇને લોકોની આંખો પહોળીને પહોળી રહી ગઈ હતી. આ ભ્રષ્ટાચારનો વિરોદ્ધ કરવા કટાઈ ગયેલા એક લોખંડનો ડબ્બો લઈ તેમાં દરેક વ્યક્તિ પાસે એક-એક રૂપિયો નખાવી આ ડબ્બો જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો છે, જેનાથી કલેકટરના હાથે જરૂરિયાત મંદ અધિકારીઓના ફાળા માટે આપવી અનોખો વિરોધ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.