અમદાવાદના જાહેર રસ્તાઓ પર ઠંડો ઠંડો આઈસ્ક્રીમ વેચતા નજરે પડ્યો રોબોટ, વિડીયો જોઈને કહેશો વાહ!

Robot Serving Ice Cream: તમે એવું ક્યારેય વિચાર્યું છે કે, કેફેમાં કોઇ માણસ ન હોય તો પણ તમે સ્વાદિષ્ટ વાનગીઓ માણી શકો. જો ના વિચાર્યું…

Robot Serving Ice Cream: તમે એવું ક્યારેય વિચાર્યું છે કે, કેફેમાં કોઇ માણસ ન હોય તો પણ તમે સ્વાદિષ્ટ વાનગીઓ માણી શકો. જો ના વિચાર્યું હોય તો પહેલા જ એક વાત જાણી લો. અમદાવાદના એક સ્ટ્રીટ કાફેમાં એક રોબોટ લોકોને આઈસ્ક્રીમ પીરસી રહ્યો છે .જે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ રોબોટને આઈસ્ક્રીમ પીરસતા જોઈ લોકો હોંશે હોંશે આઈસ્ક્રીમની(Robot Serving Ice Cream) મજા માણવા આવી રહ્યા છે.

હવે ડિઝિટલ યુગમાં અવારનવાર આપણને એવા કિસ્સા સામે આવે છે જે ભારતના રોબોટિક ભવિષ્યને સાબિત કરે છે. જુદી-જુદી હોટલોમાં અને રેસ્ટપોરેન્ટમાં રોબોટ જોવા મળે છે. ત્યારે હાલમાં,અમદાવાદના રસ્તા પર એક રોબોટ જોવા મળી રહ્યો છે.જેમાં તે લોકોને આઈસ્ક્રીમ પીરસતો જોવા મળી રહ્યો છે.તાજેતરમાં જ અમદાવાદના આ પોપ-અપમાંથી વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ટેક્નોલોજી અને પરંપરાગત ફ્લેવર બંનેનું સંયોજન બતાવાયું છે. આ વિડીયો આપના ભવિષ્યમાં સ્ટ્રીટ ફૂડમાં આવનારા મહત્વના ફેરફારો દર્શાવે છે.

વિડીયોમાં જે રોબોટ દેખાઈ રહ્યો છે તે રોબોટ લોકોને આઈસ્ક્રીમ સર્વ કરવા માટે બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં આ પ્રકારનો રોબોટ દેખાઈ રહ્યો હોઇ આવું કઈક લોકોની સામે પહેલીવાર જ આવ્યું હોય એવું જણાઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો ફૂડ વ્લોગર કાર્તિક મહેશ્વરીએ દ્વારા શૅર કરવામાં આવ્યો છે. આ પોસ્ટમાં કેપ્શનમાં લખ્યું હતું કે, `રોબોટ્સ આઈસ ગોલા સર્વ કરે છે. આ અમદાવાદમાં પહેલીવાર જ જોવા મળયો છે.

 

View this post on Instagram

 

A post shared by Kartik Maheshwari (@real_shutterup)

આ એક એવો રોબોટ છે, જેને ગ્રાહકો માટે સ્વાદિષ્ટ બરફના ગોલા પીરસવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે તેને અમદાવાદમાં આ પ્રકારનો પ્રથમ અનુભવ બતાવવામાં અવિન રહ્યો છે. આ રોબોટિક સર્વરે માત્ર ખાદ્યપદાર્થોના શોખીન એટકે કે ફૂડી લોકોને જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખાસ પ્રકારે ધ્યાન ખેંચ્યું છે.

આ અગાઉ બે વર્ષ પહેલા પણ આ જગ્યા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની હતી. એ સમયે અમદાવાદ ના વસ્ત્રાપુર લેક પાસે રોબોટ કેફેમાં ઓટોમેટિક ભેલ, પફ, સમોસાં, ચા કોફી અને પાણીપૂરીનું મશીન લગાવવામાં આવ્યું હતું. આ રોબોટિક કેફેમાં મોટા ભાગની વસ્તુઓ રોબોટ અથવા ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવતી હતી અને એ બાદ રોબોટ એને સર્વ કરતાં હતા.