મોતનો LIVE વિડીયો- ભરચક રોડ પર સ્કૂટીચાલક શિક્ષકે બેલેન્સ ગુમાવ્યું, માથા પર ટ્રકના વ્હીલ ફરી વળતાં નીપજ્યું મોત

તમિલનાડુ: ભારતમાં અવારનવાર અકસ્માત(Accidents)ની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં  અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો હજારો લોકોએ પોતાના મોભીઓ ગુમાવ્યા…

તમિલનાડુ: ભારતમાં અવારનવાર અકસ્માત(Accidents)ની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં  અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો હજારો લોકોએ પોતાના મોભીઓ ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વાર તમિલનાડુ(Tamil Nadu)માંથી અકસ્માતની એક ઘટના નજરે ચડી છે. આ અકસ્માતનો લાઇવ વીડીયો(Live video) પણ સામે આવ્યો છે.

આ અકસ્માતમાં એકટીવા ચાલકે(Activa driver) પોતાનું બેલેન્સ ગુમાવી દેતા તેનું નજીકથી પસાર થઇ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ દરમિયાન ટ્રક પુર ઝડપે હોવાથી ટ્રકનું પચાલનું ટાયર યુવક પરથી પસાર થઇ ગયું હતું. તેથી તેનું ઘટના સ્થળે જ કંકાટભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના દુકાન પર લગાવેલામાં કેદ થઇ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આ ઘટના તમિલનાડુની હતી. આ ઘટનામાં ધરમપુરમાં સ્કૂલે ભણાવવા જતા મથુરાજ નામના શિક્ષક સાથે બની હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રોડ એકદમ ભરચક છે ચારે બાજું વાહનની અવરજવર થઇ રહી છે. તે દરમિયાન રોડ પર એક ટ્રક આવી રહ્યો હતો ત્યારે ટ્રકની એકદમ બાજુમાં સ્કુટી જઈ રહી હતી.

તે દરમિયાન સ્કુટી ચાલક શિક્ષક સ્કુટી પરથી અચાનક પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. અને રોડ પર નીચે પટકાય છે. સ્કુટી ચાલક કાંઈ સમજે તે પહેલા ટ્રકનું પાછળનું ટાયર શિક્ષકના માથા પરથી પસાર થઇ ગયું હતું. અને શિક્ષકનું ઘટનાસ્થળે જ કંકાટભર્યું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા. ત્યારબાદ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરુ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક વિરુધ ગુનો નોંધીને ટ્રકચાલકની તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *