વડોદરાના અશોક જૈન અને રાજુ ભટ્ટની સંભોગ લીલાના વિડીયો વાઈરલ થયા બાદના બળાત્કારના કેસમાં નવો વળાંક

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરના દિવાળીપુરા(Diwalipura)માં નિસર્ગ કોમ્પલેકસના 9મા માળે આવેલા ફલેટમાં લૉની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાની ઘટનામાં સંડોવાયેલા અશોક જૈન અને રાજુ ભટ્ટ દ્વારા પોતાને બચાવવા…

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરના દિવાળીપુરા(Diwalipura)માં નિસર્ગ કોમ્પલેકસના 9મા માળે આવેલા ફલેટમાં લૉની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાની ઘટનામાં સંડોવાયેલા અશોક જૈન અને રાજુ ભટ્ટ દ્વારા પોતાને બચાવવા માટે ખુબ જ પ્રયાસ થઈ રહ્યો છે. બંને આરોપીઓ પોતે નિર્દોષ હોવાના ગુણગાન ગઈ રહ્યા છે. ત્યારે આવા સમયે પિડીતાએ પોતાના પર દુષ્કર્મ કરનારાના ફોટોગ્રાફ પોલીસને સોંપવામાં આવતા આરોપીઓ બેનકાબ થઈ ગયા છે. આ ફોટોગ્રાફ્માં આરોપી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ બેડ પર ખરાબ હાલતમાં યુવતી સાથે મોજ માણતો જણાય છે, તો અશોક જૈન યુવતીની સાથે બેડ પર બેસી તેના શરીર સાથે ચેનચાળા કરતો હોઈ તેવું લાગી રહ્યું છે.

સમગ્ર ઘટના દરમિયાન જૈન સમાજના અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા એવા અશોક જૈન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે, આ યુવતી અમારી ઓફિસમાં માત્રને માત્ર ઈન્કમટેક્સ રીટર્નના કામકાજ માટે આવતી હતી. છેલ્લે તારીખ 14 સપ્ટેમ્બરે યુવતીઈન્કમટેક્સ રીટર્નના કામકાજ માટે  ઓફિસે આવી હતી. તેણે પોતાનું ઈન્કમટેક્સ રીર્ટન પણ ઓફિસમાંથી ફાઈલ પણ કરાવ્યું હતું. સાથે અશોક જૈને કહ્યું છે કે, યુવતીએ મારા જેવા પ્રતિષ્ઠીત વ્યક્તિ સામે બળાત્કાર જેવો ગુનો દાખલ કરી કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.

યુવતી કાયદાનો અભ્યાસ કરી રહી છે, યુવતીએ કેસ કરી મને પિતાતુલ્ય માન આપી મને આ જાળમાં ફસાવી દીધો છે. જોકે, બેડ પર અશોક જૈન જે રીતે યુવતીની બાજુમાં બેડ પર બેસીને અડપલા કરી રહ્યો છે, તે જોતાં તે પિતાતુલ્ય શબ્દને શર્મશાર કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અશોકે કહ્યું છે કે, મે નાર્કોટેસ્ટ, બ્રેઈન મેપીંગ ટેસ્ટ અને પોલીગ્રાફીક ટેસ્ટ કરાવવા સુધીની તૈયારી બતાવી દીધી છે, પરંતુ બહાર પડેલા યુવતી સાથેના ફોટા જ અશોક જૈનના ચારિત્ર્યના લીરેલીરા ઉડાડી રહ્યાં છે. અશોક જૈન યુવતી સાથે બેડરૂમમાં બેડ પર બેઠો છે અને તેના કાન પાસે હાથ રાખી કોઈક અભદ્ર પ્રકારની હરકત કરી રહ્યો છે.

અશોક જૈનની આ હરકતને લઈ યુવતીને કોઈ દર્દ થતું હોઈ તેવું તેના ચહેરાના હાઉભાવ પરથી દેખાઈ રહ્યું છે. અશોક જૈન જે રૂમમાં બેડ પર યુવતી સાથે બેઠેલો છે, તે બેડ પર જ બીજા ફોટોગ્રાફમાં રાજુ ભટ્ટ નિવસ્ત્ર થઈ યુવતી સાથે અશ્લીલ હરકત કરી રહ્યો છે. અશોક જૈન અને રાજુ ભટ્ટના યુવતી સાથેના ફોટોગ્રાફસ જો છેડછાડ કર્યા વગરના હોઈ તો યુવતી સાથેનું કઇકને કઈક કનેક્શન હોવાનું સાબિત થાય છે. આ પ્રકારનું જોડાણ બંને માટે મોટી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે, હાલમાં આ પ્રકારની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *