સુરત(ગુજરાત): આજકાલ ચોરીની ઘટના સતત વધી રહી છે. બેકાર બેસેલા લોકો હવે તસ્કરીમાં જોડાયા છે. ત્યારે સુરતના ઝાડી ઝાંખરા વિસ્તારની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાઓની રેકી કર્યા બાદ રાત્રીના સુમારે ચોરીના ગુનાને અંજામ આપતી આંતરરાજય બંગાળી ગેંગના અગાઉ પાંચ સાગરિતોની ધરપકડ કર્યા બાદ વધુ બે સાગરિતોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. એસીપી આર.આર. સરવૈયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.
આ અંગે મળેલી બાતમીના આધારે રાત્રીના ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય બંગાળી ગેંગના નાસતા ફરતા બે વ્યક્તિને પોલીસ દ્વારા મુંબઈ ખાતેથી મૂળ પશ્ચિમ બંગાળના રાજુ મોહમકેનાલ અને રફીક ઉર્ફે મીથુન ઉર્ફ લીટોન માઝીદ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, અગાઉ બંગાળી ગેંગના પાંચ સાગરિતો જાન્યુઆરી મહિનામાં પકડાયા હતા અને તેમની પાસેથી રોકડા 5 હજાર, મોબાઈલ નંગ-6, બે કાંડા ઘડિયાળ, સોના ચાંદીના દાગીના, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા 43 હજારની કીમતની મત્તા કબજે કરવામાં આવી હતી અને 10 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, સુરતની આજુબાજમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાખી રહેતા હતા. બપોરે બસ, છકડા કે ભાડાની ગાડીમાં સુરતથી ઝાડી ઝાખરા વાળી જગ્યાની આસપાસના રો- હાઉસ, બંગલા સહિતની જગ્યાએ સાંજના અને રાત્રીના સુમારે રેકી કરતા હતા. ઝાડી ઝાખરામાં સંતાઈને રાત્રે દોઢથી બે વાગ્યે બંધ મકાને ટાર્ગેટ કરી દરવાજાના લોકનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ટોળકીએ રાંદેરના ત્રણ, વરાછાના બે, ખટોદરાના એક, વલસાડ રૂરલ, ટાઉનના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેશનના એક મળી 10 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં ગેંગમાં 10 થી 12 જણા હોવા સાથે 2016થી ચોરી કરતાં હોવાનું સામે આવ્યું હતું. અત્યાર સુધીમાં 44 ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.