Nadiyad Accident: ખેડામાં નેશનલ હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના બની હતી. ભુમેલ રેલવે બ્રિજ પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બંને વાહનોનો(Nadiyad Accident) કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે આ ઘટનામાં એકનું કરૂણ મોત નિપજયું છે. જ્યારે અન્ય ફસાયેલા ચાલકને કટર મશીનથી પડખાઓને છુટા કરી જીવ બચાવી લેવાયો છે. જ્યારે અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ હોવાનું જાણવા મળે છે.
અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ
નડિયાદના ભુમેલ પાસેના હાઈવેના ઓવરબ્રિજ પર બુધવારની મોડી રાત્રે પસાર થતી ટ્રક એકાએક 2 ફુટનું ડિવાઈડર કુદી રોંગ સાઈડમાં જઈ ચઢી હતી. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ ટ્રક બેકાબુ બનતા સામેથી આવતા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જે બાદ અકસ્માતની ટક્કર એટલી ભયંકર હતી કે બંને વાહનોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળે છે.
વડોદરાથી અમદાવાદ જતા હાઇવે પરના ટ્રાફિકને એક કલાક સુધી રોકવામાં આવ્યો
ટ્રકમાં ફસાયેલ ડ્રાઇવરને બહાર કાઢવા માટે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. સ્પેડર અને કટરની મદદ દ્વારા નડિયાદ ફાયર બ્રિગેરની ટીમે 30 મિનિટની જહેમત બાદ ટ્રક ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જેમાં અક્સ્માતની જાણ થતા હાઇવે પેટ્રોલિંગની ટીમ , 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રેલવે બ્રીજ પર અકસ્માત થતાં સ્થાનિક પોલીસ દ્વારા વડોદરાથી અમદાવાદ જતા હાઇવે પરના ટ્રાફિકને એક કલાક સુધી રોકવામાં આવ્યો હતો. તેમજ અકસ્માતને પગલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
તો બીજી તરફ ગઈ કાલે અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીંપળી ગામ પાસે બે ટ્રક સામ-સામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રકની કેબિનનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં બે ડ્રાઈવર સહિત ત્રણ લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App