ગુજરાતમાં હજુ પણ બળાત્કારના કિસ્સાઓ સામે આવે છે ત્યારે વધુ એક કિસ્સો સુરત(Surat)ના કતારગામ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જે ઘટના એ આજે સમગ્ર ગુજરાત(Gujarat)ને હચમચાવી દીધું છે.સુરતના કતારગામ વિસ્તારમાં વાળીનાથ ચોક પાસે આવેલી તિરૂપતિ સોસાયટીમાં એક ઘરમાંથી સાત વર્ષે બાળકીને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે અને બંધ ઘરની અંદર ગળે ટૂંકો આપીને એ બાળકીની હત્યા કરાય હોવાનું પણ અનુમાન સેવાઈ રહ્યું છે.
કતારગામ વિસ્તારમાંથી સાત વર્ષે બાળકીની મળી લાશ
આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સમગ્ર ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી. આ બાળકીની હાલત જોતા તો અનુમાન લગાવાઇ રહ્યું છે કે બાળકી પર બળાત્કાર ગુજારી તેને ગળે ટૂંકો આપીને હત્યા કરવામાં આવી છે.
પાડોશ ના ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ
ઓરિસ્સાની વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી તિરૂપતિ સોસાયટીમાં એક સાત વર્ષ બાળકી કે જે સવારથી ગુમ હતી તેમના પરિવારને ખબર પડી કે બાળકી ગુમ છે તે અંગેની તેમણે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ફરિયાદને આધારે પોલીસ પણ ઘટનાને ગંભીરતાને ધ્યાને રાખી ઉગ્ર તપાસ હાથ ધરી. આ સાથે તેમને બાળકીના ફોટા પણ સાથે રાખ્યા અને આરોપીની શોધખોળ હાથ ધરી.
બાળકીનો રેપ બાદ મર્ડર કર્યા હોવાની આશંકા સેવાય
એક બંધ ઘરમાંથી બાળકીની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો અને જે ઘરમાંથી લાશ મળી આવી એ ઘરનો માલિક પણ ફરાર થઈ ગયો હતો. તેથી એ બાળકીના મૃતદેહ ને પાડોશીના ઘરમાંથી જ મળી આવતા તેના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે તે ઘરમાંથી બાળકીને મૃતદેહ મળી આવ્યો એ ઘરનો માલિક મૂળ મહેસાણાનો વતની છે.અને હાલ તો પોલીસ આ પાડોશમાં રહેતા નિલેશને શોધવા માટે ચક્રો ગતિમાન હાથ ધર્યા છે અને વધુમાં ઘટનાને પગલે આરોપી નો પગેરૂ મેળવવા માટે ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.