અંબાલાલ પટેલની આગાહીએ ગુજરાતીઓને આપી રાહત: જાણો બે દિવસની હવામાનની આગાહી

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી (Gujarat Weather Forecast) કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરી હતી કે આગામી 25થી 29 મેના રોજ કમોસમી વરસાદ વરસશે. અંબાલાલ પટેલે (Ambalal Patel) હળવાથી ભારે અને તોફાની વરસાદની આગાહી કરી હતી. અરબી સમૃદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે વરસાદ વરસશે.

  • આજથી રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
  • 28 અને 29 મેએ રાજ્યમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
  • રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ, ભરૂચમાં વરસાદની આગાહી
  • દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી, માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલના મતે ભારે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે (Gujarat Weather Forecast) કેરળમાં 5થી 15મી જૂન આસપાસ ચોમાસુ શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

Gujarat માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિ તેજ થઇ શકે છે. જેને લઇને કોસ્ટલ વિસ્તારમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ સ્થિતિના કારણે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે.

Gujarat Meteorological Department Forecast

હવામાન વિભાગની (gujarat meteorological department) આગાહી પ્રમાણે, આજે ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

ભેજના ઉંચા પ્રમાણને લીધે રાજ્યભરમાં આકરા તાપની સાથે અસહ્ય બફારાનો અનુભવ થઇ શકે છે. સાત શહેરો તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંઘાયો છે. ગઇ કાલની તાપમાનની સ્થિતિ પર નજર કરીએ તો  43.2 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું આકરા તામાનને લીધે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 42.5 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડે તેવી હવામાન વિભાગની આગાહી કરી છે.

આજથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે.  અરબી સમુદ્રમાં સક્રિય થનારા મોનસૂન ટ્રફનો છેડો ગુજરાત સુધી લંબાતા 28થી 30 મે સુધી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *