સુરતના હજીરા વિસ્તારમાં સીંગોતર માતાના મંદિર નજીક આવેલા માતા ફળિયામાં એક 5 વર્ષની બાળકી શંકાસ્પદ રીતે મોતને ભેટેલી હાલતમાં મળી આવતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાની વાત પ્રસરતા લોકો ભેગા થઈ ગયા હતા. જેને લઈ હજીરા પોલીસે તાત્કાલિક બંદોબસ્ત મૂકી દીધો છે. એટલું જ નહીં પણ બાળકીના પ્રાઈવેટ પાર્ટ અને માથાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. DCP વિધિ ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.
શૌચાલય કરવા ગયેલી પાંચ વર્ષની માસૂમ બાળકીની હત્યા કર્યાના આરોપમાં પોલીસે એક યુવાનની ધરપકડ કરી છે. નિર્દોષ બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ યુવકે તેના માથા પર ઈંટ વડે હુમલો કર્યો હતો અને મૃત્યુ પામી કે નહિ તે જાણ્યા બાદ ગળું પણ દબાવ્યું હતું.
DCP વિધી ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપી સુજિત કુમાર (27) મધ્યપ્રદેશનો રહેવાસી. તે મૃતક બાળકીના ઘર નજીક રહે છે, તે બાળકીને પહેલાથી જાણતો હતો. શુક્રવારે સવારે બાળકી શૌચ માટે ગઈ તે સમયે સુજિત તેની પાછળ ગયો. તેણે તેને ખંડેર ઝાડીઓમાં લઇ ગયો અને ત્યાં બાળકીને હવસનો શિકાર બનાવ્યો હતો.
દુષ્કર્મ દરમ્યાન બાળકી મોટે-મોટેથી અવાજ કરવા લાગી તો સુજિતે માથામાં ભાગે ઈંટના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી. અને ત્યાર પછી ગળું પણ દબાવ્યું, પછી તેના રૂમમાં આવી ગયો. પોલીસે તપાસ દરમિયાન પોલીસને સુજિત ઉપર શંકા ગઈ હતી. પોલીસે અન્ય શંકાસ્પદ લોકો સાથે સુજિતને કસ્ટડીમાં લીધો હતો. જ્યાં તેણે આરોપની કબૂલાત કરી હતી.
મળતી માહિતી મુજબ, આરોપીએ બાળકીનો ચહેરો દબાવીને બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેના માથા પર ઈંટ વડે માર મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે તે મરી ન હતી, ત્યારે તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ પણ કર્યું છે. બાળકીના શરીર પર 20 ઉઝરડાઓ છે.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આ પરિવાર થોડા સમય પહેલા જ કોલોનીમાં રહેલા માટે આવ્યો હતો. બાળકી સવારે સાડા દસ વાગે અચાનક ગૂમ થઈ ગયા બાદ પિતાને ઘર નજીકની ઝાડીમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પિતા દીકરીના મૃતદેહને ઘરે લઈ આવ્યાં હતાં. એટલું જ નહીં પણ પોલીસને જાણ કર્યા વગર એક કલાક સુધી મૃતદેહ ઘરમાં રાખી મુક્યો હતો. જોકે પોલીસને બાતમી મળતા પોલીસ તત્કાલિક દોડી આવી હતી અને તપાસમાં શંકાસ્પદ લાગતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તમામ દોડતા થઈ ગયાં હતાં.
શંકાસ્પદ મોતને ભેટેલી માસૂમ દીકરીની હત્યા કેસમાં શંકાની સોઈ પિતા તરફ જ જઇ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે., પોલીસે તમામ મુદ્દાઓને ધ્યાને લઇ આગળની તપાસ હાથ ધરી છે. સાથે સાથે બાળકીનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી દુષ્કર્મ બાદ હત્યા થઈ હોય તો તેના પૂરાવા ભેગા કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી જાણકારી અનુસાર, મૂળ એમપીના રહેવાસી આ પરિવાર ઘણા સમયથી હજીરામાં મજૂરી કામ ક્જરીને પોતાની જીવન ગુજરી રહ્યા છે. પિતા જહાજમાં કલર કામ કરતા હોવાનું જાણવા મળ્યું આ મોટી દીકરી હતી. ત્યારબાદ એક દીકરી અને એક દીકરો છે. આજે આ દીકરી કુદરતી હાજતે જવાનું કહીને નીકળી હતી. માતા રસોઈ બનાવતી હતી. ત્યારબાદ અચાનક ગૂમ થઈ ગયા બાદ બપોરે મૃત હાલતમાં મળી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.