બાળકોના અપહરણ (Kidnapping)ના કિસ્સાઓ સવાર-નવાર સામે આવતા જ રહે છે. ત્યારે વધુ એક ચોકાવનારો કિસ્સો અમદાવાદ (Ahmedabad)માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં અમદાવાદના સોલા વિસ્તાર (Sola area)માં છ વર્ષના બાળકનું અપહરણ પાડોશી યુવક દ્વારા જ કરવામાં આવ્યું હતું. એટલું જ નહિં અપહરણ કરી બાળકનાં માથાનાં ભાગે બોથડ પદાર્થ મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી આવાવરૂ જગ્યાએ ફેંકી આવ્યો હતો. પરંતુ સીસીટીવી ફૂટેજ (CCTV footage)ને કારણે પોલીસ આરોપી સુધી પહોચી ગઈ હતી. તેમજ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, શહેરના સોલા વિસ્તારમાં આવેલ પાર્ક વ્યું એપાર્ટમેન્ટમાં ગઇકાલે મોડી સાંજના સમયે છ વર્ષનો બાળક રમતા રમતા ગુમ થઈ ગયો હતો. જો કે લાંબા સમય સુધી અન્ય બાળકો સાથે રમતો આ બાળક નજરે ના પાડતા સોસાયટીના રહીશો દ્વારા આ બાબતની જાણ તેની માતાને કરવામાં આવી હતી. આ પછી દરેક તપાસ કરવા છતાં પણ બાળક મળ્યું નહોતું. તેથી છેવટે આ અંગે પોલીસને જાણ કરાઈ હતી.
આ પછી પોલીસ તાત્કાલીક પણે ઘટના સ્થળે આવી પહોચી હતી અને ઘટનાની ગંભીરતા દાખવી માત્ર 30 મિનિટમાં જ ઘટનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડયો છે. સૌ પ્રથમ પોલીસે ફ્લેટમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી જેમાં એક જ ગાડી ફ્લેટની બહાર અને થોડી વારમાં પરત આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે અન્ય સીસીટીવી તપાસ કરતા આરોપી બાળકને કારની ડેકીમાં મૂકતો હોવાનું નજરે પડ્યું હતું. જેના આધારે પોલીસે તે જ ફ્લેટના એ બ્લોકમાં રહેતા રાહુલ પટેલ નામના યુવકની પૂછપરછ કરી હતી. આ પછી ખુબ જ સખત પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સત્ય કહ્યું હતું.
જાણવા મળ્યું છે કે, પોતે જ આ બાળકનું અપહરણ કરીને તેને માથાનાં પાછળનાં ભાગે ઈંટના ફટકા મારી ઇજા પહોંચાડીને શીલજ નજીક અવાવરૂ જગ્યામાં ફેંકી આવ્યો હતો. જેથી પોલીસે તાત્કાલિક એક ટીમ ત્યાં મોકલી હતી, જ્યાં બાળક બેભાન હાલતમાં ઇજાગ્રસ્ત જોવા મળ્યું હતું. જેને પોલીસે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું.
પોલીસે આરોપી વિરૂદ્ધ અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારપછી પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક સમયથી અહી ભાડે રહે છે. પરંતુ હાલ કોઈ કામ ધંધો ના હોવાથી બેકાર છે. જેને પણ આઠ મહિનાનું બાળક છે. આરોપીનો પ્લાન બાળકનું અપહરણ કરીને તેના માતા-પિતા પાસેથી ખંડણી માંગવાનો હતો. પરંતુ પોલીસે તેના પ્લાન પર પાણી ફેરવી દીધું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.