દરેકના જીવનમાં મિત્રની એક ખાસ જગ્યા હોય છે.શું તમને ખબર છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જીવનમાં પણ તેમના એક ખાસ મિત્ર છે.
લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે એ તમારો સૌથી સારા મિત્ર કોણ છે જેની સાથે તમે બધી વાતો શેર કરો છો? જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે હું સંઘમાં કાર્યરત હતો ત્યારે એક લક્ષ્મણરાવ ઇનામદાર હતા. મારુ મન તેમને મારી દરેક વાત કરવાનું હતું અને હું મારી બધી વાતો તેમની સાથે શેર કરતો.
મોદીએ કહ્યું હતું કે જે વ્યક્તિ ની સાથે તમે બધી વાત શેર કરો છો ક્યારેક ક્યારેક તે એવી સલાહ પણ આપે છે જે તમને કોઈ જ્ઞાની પંડિત કે મહા વિદ્વાન પણ નથી આપતા. આવી રીતે તે પોતાના સાથી લક્ષ્મણરાવ ઇનામદાર સાથે બધી વાતો શેર કરતા હતા. આજે તેઓ જીવિત નથી.
લક્ષ્મણરાવ આરએસએસના સ્વયંસેવક હતા. વકીલાતની ડિગ્રી લઈ ચૂકેલા ઈનામદાર ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક હતા.એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદીને સંઘમાં લાવવાનો શ્રેય તેમને જાય છે. આ ઈનામદાર જ હતા જેના સંપર્કમાં આવ્યા બાદ મોદી ની રુચિ સામાજિક કાર્યોમાં વધતી ગઈ.
આ દરમિયાન પીએમ મોદીએ એ પણ કહ્યું હતું કે જીવનમાં એક વ્યક્તિ એવો હોવો જોઈએ જેને તમે તમારા મનની દરેક સારી કે ખરાબ વાતો કહી શકો. તમારા જીવનમાં બનેલી સારી-નરસી ઘટનાઓ જણાવી શકો. જેનાથી તમે કઈ ન છુપાવી શકો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.