કોંગ્રેસી નેતાએ કહ્યું, પૂર્વ સાંસદે ટિકિટો વેચી, તેના ભાઈના સંબંધ અંડરવર્લ્ડ સાથે-બીજાએ કહ્યું કોંગ્રેસ ખત્મ થઈ જશે

કોંગ્રેસ નું સંગઠન મજબૂત થવાને બદલે દિવસે દિવસે તૂટતું જઈ રહ્યું હોય તેના વધુ બે તાજા કિસ્સાઓ સામે આવ્યા છે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા ટિકિટ વહેંચણી મુદ્દે ભેદભાવ કર્યા હોય એવા આક્ષેપો થઇ રહ્યા છે. સિનિયર નેતા સંજય નિરૂપમ એ પાર્ટી હાઈ કમાન્ડ સામે બળાપો કાઢતા કહ્યું છે કે, મુંબઈમાં ત્રણ થી ચાર બેઠકોને બાદ કરતાં તમામ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ જશે.

સાથે સાથે એક સ્થાનિક કોર્પોરેટરે સોનિયા ગાંધીને ઈ-મેલ કરીને ફરિયાદ કરી છે કે, પૂર્વ સાંસદ પ્રિયા દત્ત ના ભાઈ અને બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ના સબંધ હજી સુધી અંડરવર્લ્ડ સાથે છે. સંજય દત્ત ના પિતા સુનીલ દત્ત ના નિધન બાદ દત્ત પરિવાર પોતાનું કોંગ્રેસમાં સન્માન ગુમાવી ચુક્યો છે. જો કોંગ્રેસ આ તમામ વાતો પર ધ્યાન નહીં આપે તો સમય વીતી ગયા પછી આ નિર્ણય પર પસ્તાવું પડશે.

કોંગ્રેસના સિનિયર નેતા સંજય નિરૂપમ એ પોતાના પસંદગીના ઉમેદવાર ની માંગણી કરી હતી. પરંતુ તેમના ઉમેદવારને ટિકિટ ફાળવવામાં ન આવતા તેમણે સોનિયા ગાંધીની સાથે રહેલા લોકો પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમ કહ્યું હતું અને આવી રીતે પાર્ટી બરબાદ થઈ જશે.


કોંગ્રેસી કોર્પોરેટર બ્રાયન મિરાન્ડાએ સોનિયા ગાંધીને ઈમેઈલ લખીને પોતાની ફરિયાદ કરી છે અને ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં તેઓએ સંજય દત્ત અને હજી પણ અંડરવર્લ્ડ સાથે સંબંધ છે. એવો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત ના પિતા કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે અને સંજય દત્તની બહેન પ્રિયા દત કોંગ્રેસની પૂર્વ સાંસદ પણ રહી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.