Ph.D કરતા સૌરાષ્ટ યુનિવર્સીટીના વિદ્યાર્થીએ આજી ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

રાજકોટ(ગુજરાત): ગુજરાતમાં અવરનવાર આપઘાતના બનાવો વધી રહ્યા છે. તેવામાં ફરી એક વાર રાજકોટમાં ડોકટરેટ ઓફ ફીલોસોફી કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓ આજીડેમ-2માં કુદકો મારીને પોતાની જીવન ટુંકાવ્યું હતું. એકના એક પૂત્રના મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. જો કે પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર, આજે બપોરે એક યુવાનની લાશ જામનગર રોડ પર માધાપર ગામ પાસે ઇશ્વરિયા મહાદેવ મંદિરથી નજીક આવેલા આજીડેમ-2માં તરતી હતી. આ અંગે ત્યાંના ચોકીદારે જાણ કરતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચીની મૃતદેહને બહાર કાઢી પોલીસને સોપવામાં આવી હતી. આ હદ કુવાડવા પોલીસ મથકની હોવાથી ત્યાં જાણ કરતાં હેડ કોન્સ. અજયભાઈએ પહોચી જઈ તપાસ શરુ કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક પાસેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમેસ્ટ્રી વિભાગનું આઈકાર્ડ મળી આવ્યું હતું. જેમાં તેનું નામ આદિત્ય પ્રકાશભાઇ રાવલ તથા પીએચડી લખ્યું હતું. યુવાનના માતા-પિતાને જાણ થતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આદિત્ય તેના માતા-પિતાનો એકનો એક પૂત્ર હતો અને પીએચડી કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. આદિત્ય સવારે 11 વાગ્યાના અરસામાં ઘરેથી બાઈક અને બેગ લઈ નિકળ્યા હતો. ત્યારબાદ આ પગલુ ભર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *