વર્ષોથી એક મુસ્લિમ યુવાન કરે છે રામ મંદિર ની સાફ સફાઈ નું કામ, તેની પાછળ આ છે ખાસ કારણ

કર્ણાટકમાં એક વ્યક્તિ હિન્દી મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હકીકતમાં બેંગ્લોરના રામ મંદિરમાં એક મુસ્લિમ વ્યક્તિ મંદિર ની સાફ સફાઈ કરે છે. એ વ્યક્તિનું કહેવું છે કે મંદિરમાં સાફ-સફાઈ કરવી મને ખૂબ જ પસંદ છે. આપને જણાવી દઇએ કે એ વ્યક્તિ પાછલા ત્રણ વર્ષોથી મંદિર ની સફાઈ કરે છે.

એ મુસ્લિમ યુવક નું નામ સદામ હુસેન છે. તેમની ઉંમર ૨૮ વર્ષની છે. જે રામ મંદિરમાં પાછલા ચાર વર્ષથી સફાઈ કરે છે તે બેંગ્લોરના રાજાજીનગર માં આવેલ છે. સદામ ના આ કાર્ય ના દરેક વ્યક્તિ ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

મુસ્લિમ હોવા છતાં પણ રામ મંદિરની સાફ સફાઈ ના સવાલ પર તે કહે છે કે તેમને મંદિરની સફાઈ કરવી ખુબ જ પસંદ છે. સાથોસાથ જ્યારે લોકો તેના આ કાર્ય ના વખાણ કરે છે ત્યારે તેને વધુ પ્રેરણા મળે છે.

મંદિરની સાફ સફાઈ કરવા સિવાય આ વ્યક્તિ આ વિસ્તારમાં લોકોના ઘર શીફટીગ કરવામાં પણ મદદ કરે છે. વળી ક્યારેક તો દુકાનમાં કામ કરે છે તો ક્યારેક ટેક્સી ઓ પણ ચલાવે છે. આ વ્યક્તિએ માત્ર બીજા ધોરણ સુધી જ અભ્યાસ કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *