Surat Accident: સુરત શહેરમાં દિવસેને દિવસે ટ્રક ચાલકો બેફામ બન્યા છે,આવો જ એક કિસ્સો નાનીવેડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો,જેમાં યુક્રેનથી આવેલા એમબીબીએસના વિધાર્થીને ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું છે, સમગ્ર ઘટનાના(Surat Accident) સીસીટીવી સામે આવ્યા છે.તો પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.
એમબીબીએસના વિધાર્થીનું મોત
સુરતમાં નો એન્ટ્રીના સમયે પણ ટ્રક ચાલકો બિંદાસ રીતે ટ્રક હંકારી રહ્યાં છે અને લોકો સાથે અકસ્માત કરી રહ્યાં છે.યુક્રેનથી આવેલા એમબીબીએસના વિધાર્થીને ટ્રક ચાલકે કચડયો હતો જેમાં તેનું મોત થયુ છે.24 વર્ષય વિવેક થોડા દિવસ અગાઉ જ યુક્રેનથી સુરત આવ્યો હતો અને તે દરમિયાન સવારે મોપેડ પર વેડરોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો,
ત્યારે બેફામ ચલાવતા ટ્રક ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારી હતી. જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું. સિંગણપોર ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડમ્પરચાલકો બેફામ બન્યા
સિંગણપોર-ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પરચાલકની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે. પરંતુ આ બનાવો જોતા એમ લાગી રહ્યું છે કે, આ નિયમોથી કંઈ ફરક પડતો નથી. નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો બેફામ દોડી રહ્યાં છે.
કુલ 6 લોકોના મોત, 10 થી વધુ ઇજાગ્રસ્ત
તો બીજી તરફ અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર ટ્રેક અને ખાનગી બસ વચ્ચે અકસ્માતની માહિતી મળતા ફાયર અને પોલીસની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. અકસ્માતનાં પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયું હતું. જો કે, પોલીસ જવાનોએ ટ્રાફિક કંટ્રોલ કરતા વાહનોની અવરજવર શરૂ થઈ હતી. આ અકસ્માતને પગલે વહેલી સવારે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં નો એન્ટ્રીના સમયે પણ ટ્રક ચાલકો બિંદાસ રીતે ટ્રક હંકારી રહ્યાં છે અને લોકો સાથે અકસ્માત કરી રહ્યાં છે.યુક્રેનથી આવેલા એમબીબીએસના વિધાર્થીને ટ્રક ચાલકે કચડયો હતો જેમાં તેનું મોત થયુ છે.24 વર્ષય વિવેક થોડા દિવસ અગાઉ જ યુક્રેનથી સુરત આવ્યો હતો,સિંગણપોર ડભોલી પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App