ગુજરાતમાં ભરઉનાળે ગાજવીજ સાથે ખાબક્યો કમોસમી વરસાદ, જાણો રાજ્યમાં ક્યાં પડ્યો વરસાદ?

Gujarat Unseasonal Rain: રાજ્યના ભાવનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. જેમાં શહેરનાં અમુક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. મસ્તરામબાપા મંદિર, ચિત્રા…

Gujarat Unseasonal Rain: રાજ્યના ભાવનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. જેમાં શહેરનાં અમુક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જકાતનાકા, વરતેજ સહિતનાં વિસ્તારોમાં વરસાદી માહોલ (Gujarat Unseasonal Rain) જોવા મળ્યો હતો. શહેરનાં અમુક વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો.

ગણદેવી તાલુકાના બીલીમોરા સહિત વિસ્તાર વરસાદ
નવસારી જીલ્લાનાં વાતાવરણમાં પણ અચાનક પલ્ટો જોવા મળી આવ્યો છે. જીલ્લાનાં ગણદેવી તાલુકાનાં વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. ગણદેવી તાલુકાનાં બીલીમોરા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલને કારણે લોકોને બફારાથી ઘણી રાહત મળી હતી. ગણદેવી સહિત વિસ્તારોમાં કેરી, ચીકુનાં પાકને ખુબ નુકસાન પોહ્ચ્યું છે.

વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ
દક્ષિણ ગુજરાતના તાપી જીલ્લામાં વાતાવરણમાં પણ અચાનક પલ્ટો જોવા મળી આવ્યો છે. જીલ્લામાં વ્યારા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારથી જીલ્લામાાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અચાનક આવેલા પલટાથી લોકોને ગરમીમાંથી ઘણી રાહત થવા પામી હતી.

સુરત શહેરમાં અમીછાંટણા પડતા ઠંડક પ્રસરી
સુરત શહેરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સુરત સહિત જિલ્લામાં પણ આકાશ વાદળાઓથી ઘેરાય ગયું હતું. જ્યારે સુરત શહેરમાં ભટાર, વેસુ, પાલ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડ્યો છે.

વાતાવરણમાં પલટાના કારણે ભારે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે વ્યારામાં તો સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા હોય તેમ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. તેમજ દાહોદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામી રહ્યો છે અને અમીછાંટણા થતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે.