ગુજરાત(Gujarat): અંકલેશ્વર(Ankleshwar)ના ગડખોલ(Gadkhol) વિસ્તારના માયાનગરમાં મોબાઈલ(Mobile Blast)ની દુકાનમાં મોબાઈલ રિપેર કરતી વખતે આગ ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, મોબાઈલની બેટરી ફૂલી ગઈ હોવાને કારણે વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આગના સમયે કારીગર પાસેથી મોબાઈલ દૂર હોવાથી સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી(CCTV)માં કેદ થઈ ગઈ હતી.
ગત સાંજે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ માયાનગર ખાતે ડી.પી. મોબાઈલની દુકાનમાં કારીગર મોબાઈલ રિપેર કરતો હતો, તેણે મોંઘીઘાટ કંપનીનો ફોન તેની સામે મૂક્યો હતો. આ સમય દરમિયાન મોબાઈલમાં આગ લાગતા જ કારીગર દુકાનમાંથી બહાર નીકળી ગયો હતો.
જોકે, મોબાઈલ ફોનમાં આગ લાગી હોવાથી કોઈને ઈજા થઈ ન હતી અને બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ મોબાઈલ શોપમાં બે-ત્રણ વખત અગાઉ પણ મોબાઈલમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
જો કોઈ વ્યકિતના ખિસ્સામાં મોબાઈલ હોત તો શું થાત ? મોબાઈલમાં લાગેલી આગનો વીડિયો જોતા જો મોબાઈલ કોઈના ખિસ્સામાં હોય તો ગંભીર ઈજા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સદનસીબે મોબાઈલ શોપમાં મોબાઈલ કારીગરથી દૂર ટેબલ પર પડ્યો હોવાથી કોઈ ઈજા થઈ ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.