અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક હરિયાણા (Haryana)ના મૂનકમાં એક મહિલા શિક્ષક (Teacher)ના કરુણ અકસ્માતના CCTV બહાર આવ્યા છે. આ દુર્ઘટનામાં એક ખાનગી સ્કૂલની શિક્ષિકા બબીનાને એક ટ્રકે કચડી નાખતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તે બસ અને ટ્રકની વચ્ચે ફંસાઈ ગઈ હતી. આ સિવાય તે જે સ્કૂટી પર જઈ રહી હતી, તે પણ સળગી ગયું હતું.
View this post on Instagram
પતિ સરકારી સ્કૂલમાં શિક્ષક:
મળતી માહિતી અનુસાર, આ ઘટના સોમવારે સાંજના સમયે બની હતી. જાખ મંડીની રાજકીય સ્કુલમાં કાર્યરત સંદીપ કુમારની પત્ની બબીના હમીરગઢની એક ખાનગી સ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી હતી. તેથી બબીના સ્કુલથી પોતાના સ્કુટી પર ઘરે જઈ રહી હતી. ત્યારે મૂનકના તાલિબ ચોકની પાસેના પાતડા રોડ પર તે સ્કુલની સાઈડમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક ટ્રકે તેને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે બાબીના પડી ગઈ હતી, તિમજ તેની સ્કુટીમાં આગ લાગી ગઈ હતી.
4 વર્ષનો એક દીકરો છે:
ઘટનાને પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તેમજ એકઠા થયેલા લોકો સ્કુટીમાં લાગેલી આગ પર કાબુ મળેવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ થોડીવારમાં જ તે સંપૂર્ણ રીતે સળગી જાય છે. આ પછી શિક્ષકાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, મૃતકને એક ચાર વર્ષનો દીકરો પણ છે.
CCTVમાં કેદ થઈ દુર્ઘટના:
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટના બાદ ટ્રક ચાલક ઘટના સ્સ્થ્લેથી ફરાર થઈ ગયો હતો. ડીસીપી મનોજ કુમારે જણાવ્યું કે કેસ નોંધીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. ડ્રાઈવરની ઝડપથી ધરપકડ કરવામાં આવશે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.