જાહેરમાં જ બાઈક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટ કરવા અમદાવાદી યુવતીને મોંઘી પડી ગયા- જુઓ LIVE વિડીયો

અમદાવાદ(Ahmedabad): આજકાલ સોશિયલ મીડિયા (Social media)માં રીલ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેથી લોકો ફેમસ થવા યુવાનો તેમજ યુવતીઓ માટે અવનવા અખતરાઓ કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને વાહનો પર સ્ટંટ(Stunt) કરતા વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થતા હોય છે. જેમાં લોકો પોતાના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. આ સિવાય સ્ટંટને કારણે અન્ય લોકોના જીવને જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, અમદાવાદના સિંધુભવન રોડ પર ખુલ્લા હાથે બાઈક ચલાવતી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયો છે. આ વીડિયો વાઇરલ થયાના ત્રણેક મહિના બાદ પોલીસ સમક્ષ આવતાં પોલીસ દ્વારા આ યુવતી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ એક વાર નહિ, પરંતુ સિંધુભવન રોડ પર અવારનવાર ઓવરસ્પીડ તથા સ્ટંટ કરતા બાઈકર્સના કિસ્સાઓ સામે આવતા જ રહે છે.

અન્ય યુવતીને પાછળ બેસાડી ખુલ્લા હાથે બાઈક ચલાવી:
એક યુવતી સિંધુભવન રોડ પર યામાહા કંપનીની સ્પોર્ટ્સ બાઈક પર અન્ય યુવતીને પાછળ બેસાડી ખુલ્લા હાથે બાઈક ચલાવતી હતી. એ ઉપરાંત બાઈક પર ઊભાં ઊભાં ડ્રાઈવ કરતી હતી. આ સ્ટંટને કારણે યુવતી કે એની આસપાસના અન્ય વાહનચાલકોને અકસ્માત સર્જાઈ શકે એમ હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થયો હતો. પરંતુ આ વિડીયો યુવતીને મોંઘો પડ્યો હતો.

એમ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી:
ફેમસ થવા માટે બનાવવામાં આવેલ આ વિડીયો યુવતીને ભારે પડ્યો હતો. કારણ કે, આ વાઇરલ થયેલો વીડિયો ત્રણેક મહિના બાદ પોલીસના ધ્યાનમાં આવતાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરી ત્યારે બાઈકની નંબર પ્લેટ GJ-01-UP-9890 પરથી બાઇક નીલકંઠ પટેલ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે નીલકંઠ પટેલની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે બાઇક કેશવી પાડલિયા નામની યુવતી ચલાવી રહી હતી,. જેથી પોલીસે કેશવી પાડલિયા નામની યુવતી સામે ગુનો નોંધ્યો છે. એમ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ અંગે ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સિંધુભવન રોડ પર અવારનવાર ઓવર સ્પીડના કેસ કરવામાં આવે છે. શનિ અને રવિવારના દિવસમાં પોલીસનું ખાસ પેટ્રોલિંગ પણ રહે છે છતાં કેટલાક લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવવા માટે આ પ્રકારે સ્ટંટ કરે છે, જે ધ્યાને આવતાં પોલીસ કાર્યવાહી કરે જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *