આંખના પલકારામાં જ આંબી ગયો કાળ: મહેસાણામાં ગરબા રમ્યા બાદ 23 વર્ષની શિક્ષિકાનું હાર્ટઍટેકથી મોત

Young girl dies due to heart attack: ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટએટેકના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ગરબા રમતા રમતા વધુ એકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મહેસાણાની સ્કૂલમાં ગરબા રમવા ગયેલી 23 વર્ષની યુવતીનું(Young girl dies due to heart attack) હ્રદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો ગયો છે.

સારવાર મળે તે પહેલા જ મૃત્યુ
મળતી માહિતી મુજબ, મહેસાણાના દેદિયાસનની આર.જે.સ્કૂલમાં શનિવારે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે આર.જે સ્કૂલમાં ઋચિકા શાહ ઉમર 23 વર્ષ નામની શિક્ષિકા પણ કાર્યક્રમમાં ગયા હતા. સ્કૂલમાં ગરબા રમ્યા પછી તેમની તબિયત અચાનક જ બગડી હતી. જે બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

પરિવારમાં માતમ છવાયો
ફરજ પર હાજર તબીબે તેમના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું છે. 23 વર્ષીય શિક્ષિકા ઋચિકા શાહના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાયો છે. તો બીજી તરફ વડોદરાના પાદરામાં પણ એક યુવકનું હાર્ટ એટકના કારણે મોત થયું છે. શહેરના અરીહંત કોમ્પલેક્ષમાં આવેલી સેન્ડવીચની દુકાનમાં દીપક ચૌહાણ નામનો યુવક અચાનક જળી પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *