દીકરીની હિંમતને સલામ..! શરુ પરીક્ષાએ લથડી તબીયત… એક હાથમાં બાટલો ચડતો હતો ને, દીકરીએ આપી બોર્ડની પરીક્ષા

હાલ ધોરણ-12 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા (Board Exam) ચાલી રહી છે. આપણે અનેક એવા કિસ્સાઓ પણ સાંભળ્યા હશે જેમાં પરીક્ષા દરમિયાન તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ (Students) ની મદદ કરવામાં આવી હોય. ત્યારે વધુ એક આવી ઘટના જૂનાગઢ (Junagadh) જિલ્લામાં આવેલા ભેંસાણ (Bhensan) તાલુકામાં સામે આવી છે.

જૂનાગઢ જિલ્લામાં આવેલા ભેંસાણ તાલુકામાં એક વિદ્યાર્થિનીની 108ની ટીમે એવી મદદ કરી જેની પ્રશંસા લોકો પણ કરી રહ્યાં છે. આ સમાચાર વાંચીને તમે પણ 108ની ટીમની કામગીરી બદલ તેને સલામ કરશો. ધોરણ 10માં સંસ્કૃત વિષયની પરીક્ષા ચાલી રહી હતી.

સંસ્કૃતની પરીક્ષા દરમિયાન આજરોજ ભેંસાણ તાલુકામાં આવેલી ભગવતી સ્કૂલમાં એક વિદ્યાર્થિનીને ચાલું પરીક્ષા દરમિયાન ચક્કર આવ્યા હતા. ત્યારબાદ તરતજ 108ની ટીમને કોલ કરવામાં આવ્યો હતો. 108ને જાણ થતાની સાથે જ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. 108ની ટીમમાં હાજર મહિલાએ આ વિદ્યાર્થિનીને પરીક્ષા ખંડમાં જ સારવાર આપી હતી.

વિદ્યાર્થિનીને આવી રીતે અચાનક ચાલું પરીક્ષામાં ચક્કર આવી જતાં શિક્ષકો પણ ચિંતામાં મુકાયા હતા. 108ની ટીમે પરીક્ષાખંડમાં વિદ્યાર્થિનીને સારવાર આપી તેનું પેપર પૂર્ણ કરાવ્યું હતું. 108ની ટીમની મદદને કારણે આ વિદ્યાર્થિનીનું આ વર્ષ બગડતા બચી ગયું હતું. સારવાર મળ્યા બાદ વિદ્યાર્થિનીની તબીયતમાં સુધારો થયો હતો. શિક્ષકોએ પણ આ 108ની ટીમની કામગીરીની ખુબજ પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *