ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. કામરેજના ફાર્મહાઉસમાં બર્થ ડે ઉજવીને પાછા ફરતા સુરતના પરિવારને રસ્તામાં ભયંકર અકસ્માત નડ્યો છે. વાલક પાટીયા પાસે વરાછામાં વસવાટ કરતા નાકરાણી પરિવાર જન્મ દિવસ ઉજવીને સુરત ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે રસ્તામાં ડિવાઈડર સાથે કાર અથડાઈને પલટી મારી ગઇ હતી. જેમાં કારનો દરવાજો ખુલી જતા 5 વર્ષનો દીકરો ફંગોળાઈને ડિવાઈડર સાથે ટકરાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભંડારીયા ગામના વતની ભરતભાઈ પ્રવિણભાઈ નાકરાણી વરાછા રોડ પર સરિતા દર્શન સોસાયટીમાં વસવાટ કરે છે. ભરતભાઇ નાકરાણી એમ્બ્રોયડરીનું કામ કરે છે. તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની દ્રષ્ટીબેન અને પાંચ વર્ષીય પુત્ર ઇવાન છે. 2જી જૂનના દિવસે બુધવારે ઇવાનનો જન્મદિવસ હોવાથી નાકરાણી પરિવાર કામરેજમાં આવેલા ફાર્મહાઉસમાં ઉજવણી કરવા માટે ગયા હતા.
સુરતના વરાછા વિસ્તારમાં વસવાટ કરતા નાકરાણી પરિવાર પુત્રની બર્થડે હોવાથી કામરેજના ફાર્મહાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ગુરુવારે સવારે ત્યાંથી કારમાં બેસીને પરિવાર સુરત પરત ફરી રહ્યું હતું. કારમાં ભરતભાઈ ઉપરાંત તેમની પત્ની, ભત્રીજી, દીકરો ઇવાન અને મિત્ર મંથન વિઠ્ઠલ ઠુમ્મર હતો. કાર મંથન ચલાવતો હતો. કામરેજમાં રેસ્ટોરન્ટમાં જમીને તેઓ ઘર તરફ આવતા હતા ત્યારે વાલક પાટિયા પાસે બપોરે સાડા બાર વાગે મંથને કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
કાર ડિવાઈડર સાથે અથડાતા કાર બીજી સાઈડે એક વખત પલટી મારીને ફરીથી સીધી થઈને ઉભી રહી ગઈ હતી. તે વખતે કારનો દરવાજો ખુલી જતા ઇવાન કારની બહાર ફંગોળાઈને ડિવાઈડર પર ફેંકાયો હતો. તેથી માથાના ભાગે,મોઢાના ભાગે, દાઢી,હાથ-પગના ભાગે ઇજા થઈ હતી. તેને હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કારમાં બેસેલા અન્ય લોકોને સામાન્ય ઇજા થઈ હતી. ભરતભાઈએ મંથન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.