અવારનવાર ઘરના ટોઈલેટમાં કોઈ પશુ અથવા તો કોઈ જીવ-જંતુ ઘુસી ગયું હોવાની ચોંકાવનાર ઘટનાઓ સામે આવતી જ હોય છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ એક ઘટના સામે આવી રહી છે. મુંબઇમાં આવેલ કાંદિવલીની એક ચાલીના ઘરના ટોઇલેટમાં ગરોળી જોઇને લોકોના આશ્વર્યચકિત થઈ ગયા હતા.
હકીકતમાં તેની લંબાઇ 3 ફૂટ હોવાની જાણ થતાંની સાથે જ લોકો તેને જોવા માટે એકત્ર થઈ ગયાં હતા. આટલી મોટી ગરોળીને જોઇ કોઈની પાસે જવાની કોઇની હિમ્મત ન હતી. જેથી પોલીસને બોલાવવામાં આવી હતી. આની સાથે-સાથે પશુ બચાવ ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
આ ગરોળી ટોઇલેટનું પ્લાસ્ટિક એકઝોસ્ટ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. ઘરમાલિક અવિનાશ ગાવડે જણાવતાં કહે છે કે, અમે હાલ દહિસરમાં રહીએ છીએ. જેથી કાંદિવલીની ચાલીનું ઘર છેલ્લા 2 મહિનાથી બંધ પડ્યું હતું. શુક્રવારે આવીને ઘરનું તાળુ ખોલીને અંદર ગયા હતાં.
ટોઇલેટનો દરવાજો ખોલીને જોયું તો એકઝોસ્ટ ફેન તૂટેલું પડેલું હતું. આની સાથે જ પંખો ઊઠાવવા જેવો ઝૂક્યો કે, ટોઇલેટની અંદર આટલી મોટી! ગરોળી જોઇને મારા તો હોશ જ ઊડી ગયા હતાં. તાત્કાલિક ઘરની બહાર ભાગી ગયો હતો. સારું થયું ધ્યાન રાખીને ટોઇલેટનો દરવાજો બરાબર બંધ કરી દીધો હતો.
નહીં તો ગરોળી ઘરના બીજા રુમમાં છુપાઇ જાત. ત્યારપછી પશુઓ માટે કામ કરતી સંસ્થા એટલે કે, ‘સ્પ્રેડિંગ અવેરનેસ ઓન રેપટાઇલ્સ એન્ડ રિહેબિલેશન પ્રોગ્રામ’ ને જાણ કરવામાં આવી હતી. NGOના રેસ્ક્યૂઅર અમિત સડકે જણાવે છે કે, આ એક ઇન્ડિયન મોનિટર લિઝાર્ડ હતી.
જે ટોઇલેટના કમોડમાં બેસી ગઇ હતી તેમજ એને કાઢીને પશુ ચિકિત્સકની પાસે લઇ ગયા હતા. ત્યાં તપાસ કરાવી તેને જંગલમાં છોડી દેવામાં આવી હતી. સંસ્થાના સભ્ય ચિત્રા પેડનેકર જણાવે છે કે, મુંબઈમાં વરસાદને લીધે જન-જીવન અસ્ત વ્યસ્ત થયું છે.
પશુ-પ્રાણી પણ પોતાની સુરક્ષા માટે જગ્યા શોધતાં હોય છે. આ ગોહ પણ સુકી તથા ગરમ જગ્યા શોધતા ટોઇલેટમાં ઘૂસી ગઇ હશે. જ્યારે પશુ ચિકિત્સક ડો. સુનેત્રા વડકે કહે છે કે, તે તેમણે ગરોળીનું ચેકઅપ કર્યું હતું. તે સંપૂર્ણપણે સુરક્ષિત હતી. જેથી તેને જંગલમાં છોડી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.