સુરતીઓનું ટેન્શન વધ્યું! અત્યંત ઘાતક વેરિએન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે વિદેશથી 351 પ્રવાસીઓની સુરતમાં એન્ટ્રી

ગુજરાત(Gujarat): સમગ્ર વિશ્વમાં કોરોનાના અત્યંત ખતરનાક ગણાતું સ્વરૂપ એવું ઓમિક્રોન(Omicron)નું સંકટ ફેલાયેલું છે જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા પણ દેશના અલાહ અલ્હ રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે દક્ષિણ આફ્રીકા(South Africa)માં કોરોનાનો ઓમિક્રોને વેરિએન્ટ મળી આવ્યો જે અત્યાર સુધીનો સૌથી ઘાતક વેરિએન્ટ માનવામાં આવી રહ્યો છે. જોકે આ બધા વચ્ચે 9 પ્રવાસીઓ સાઉથ આફ્રિકાથી સુરતમા આવતા હવે સુરતીઓનું ટેન્શન વધી ગયું છે.

કુલ 351 જેટલા લોકો વિદેશથી આવ્યા:
સાઉથ આફ્રિકાથી કુલ 9 પ્રવાસીઓ સુરત આવતા હવે સુરતીઓના ટેન્શનમાં વધારો થયો છે. જોકે 24 કલાકમાં વિદેશથી કુલ 351 જેટલા લોકો સુરતમાં આવ્યા છે. જેમા ગયા શનિવારે કુલ 78 જેટલા લોકો વિદેશથી સુરત આવ્યા હતા. જેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે.

78 લોકોના રિપોર્ટ હજુ પેન્ડિંગ:
જે 78 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે તે લોકોના રિપોર્ટ પણ હાલ પેન્ડિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે પણ લોકો ઓમિક્રોન સંક્રમિત વિસ્તારમાંથી આવી રહ્યા છે. તે તમામ લોકો માટે RT-PCR ટેસ્ટ સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે અને જો તેમાંથી કોઈનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો તો તેના સેમ્પલને જીનોમ સિક્વનન્સિંગ માટે મોકલી દેવામાં આવશે.

વિદેશથી આવનાર તમામ લોકોને ફરીજીયાત ક્વોરન્ટાઈન થવું પડશે:
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર ભારત માટે અત્યંત ઘાતક સાબિત થઈ હતી. માંડ પરિસ્થિતી કાબૂમાં આવી ત્યા ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાવી છે. જોકે તેને લઈને હવે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. વિદેશથી જે પણ લોકો હવે ભારત આવશે તેમને 7 દિવસ માટે ફરજિયાત ક્વોરન્ટિન રહેવું પડશે તેવી ગાઈડલાઈન્સ રાજ્યસરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. સાથે જ તે તમામ લોકોએ 7 દિવસ બાદ ફરી એક વાર RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *