આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે જંગ ખેલાઈ રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં આજે સવારે 9 થી સાંજે 4 દરમિયાન મતદાન યોજવાનું છે. ચાર બેઠકોની ચૂંટણી માટે પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉભા રહ્યા છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. આમાં, ભાજપ અથવા કોંગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્ચિત છે. જોકે, ચાર વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ચૂંટણીપંચની મંજૂરી મળતા પાંચ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. રાત્રે આઠ નવ વાગ્યા સુધીમાં પરિણામ આવી જાય તેવી શક્યતા છે. હાલમાં ભાજપ પાસે છે 103 ધારાસભ્ય છે અને કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે. તો NCPના 1, BTPના 2 અને અપક્ષ 1 ધારાસભ્ય ગુજરાત વિધાનસભામાં છે ત્યારે આજે BTPનો મત જેનામાં પડશે તે ઉમેદવાર આજે જીતશે.
ગઈકાલે BTPએ મતદાન નહી કરવાનો લીધો નિર્ણય
રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન શરૂ થયાના એક કલાક બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. BTP એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભાજપે નારાજ બીટીપીને મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. બીટીપીના મત પર ભાજપ અને કોંગ્રેસની હારજીત નક્કી છે. બંને પક્ષો માટે BTPના મત જરૂરી છે. BTP ના બંન્ને નારાજ ધારાસભ્યોને મળવા ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર તેમના ઘરે પહોંચ્યા છે. બંધ બારણે તેઓને મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, BTP એ મતદાન નહિ કરવાનો નિર્ણય લીધો છે.
મતદાન સવારે 9 થી 4 વાગ્યા સુધી ચાલશે
ગુજરાત વિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ મતદાન આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, 5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને સાંજે 8 વાગ્યા આસપાસ પરિણામ પણ આવી જશે. મતદાન કેન્દ્ર પહોંચી ધારાસભ્યોએ માસ્ક ઉતારી ફોટો ખેંચાવાનો રહેશે. કોંગ્રેસના 2 અને ભાજપના 3 ઉમેદવાર વચ્ચે 4 બેઠક માટે ખરાખરીનો જંગ છે. આર સી ફળદુંએ પહેલો મત આપ્યો છે. કેડી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં કેસરીસિંહને લઇને શંકર ચૌધરી વિધાનસભા આવ્યા હતા. કોંગ્રેસના બે અને ભાજપના 5 ઉમેદવાર પૈકી એકની હાર નિશ્ચિત છે.
ભાજપના 3 ધારાસભ્ય બીમાર
ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. બલરામ થવાણીને પણ વ્હીલ ચેરમાં લાવવામાં આવ્યા હતા. આજે 3 ધારાસભ્યો સહાયકની મદદથી મતદાન કરવાના છે. જેમાં કેસરીસિંહ અને બલરામ થાવાણીએ મતદાન કર્યું છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક એક મત મહત્વનો હોવાથી જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય હાલ સારું નથી તેમને પણ ખાસ વ્યવસ્થા સાથે મતદાન મથકે લાવવામાં આવી રહ્યા છે પરંતુ તેઓ સહાયકની મદદથી મતદાન કરી રહ્યા છે. આ ત્રણ ધારાસભ્યોમાં પરષોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે
કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે: CM રૂપાણી
ગુજરાતમાં આજે રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે જેમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો દ્વારા મતદાન થઈ રહ્યુ છે ત્યારે CM રૂપાણી પણ મત આપવા પહોંચ્યા હતા અને CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. ચૂંટણી મોકૂફ રાખવા કોંગ્રેસ સુપ્રીમમાં ગઈ છે. ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે. છોટુ વસાવા આદિવાસી નેતા છે. ભાજપે આદિવાસીઓ માટે ઘણા કામ કર્યા. BTPના મત પણ ભાજપને જ મળશે.
કોંગ્રેસના 65માંથી બેથી ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે એવો ભાજપને વિશ્વાસ
ભાજપના સૂત્રો જણાવે છે કે, કોંગ્રેસના 65માંથી બેથી ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે. આમ કરવા પાછળનું ગણિત છે કે જો પહેલેથી તે ધારાસભ્યો રાજીનામાં આપી દે તો જીતવા જરૂરી મતનું ભારણ પણ ઘટે અને ક્યાંક કોંગ્રેસને ફાયદો થાય, તેના બદલે ચાલું ધારાસભ્યો ક્રોસ વોટ કરે તો તેમનો સીધો એક મત જ ભાજપના નરહરિ અમીનને મળી જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news