કામરેજના વલથાણ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત – એકસાથે ત્રણ ઇકો ગાડી ધડાકાભેર અથડાતા…

સુરત(surat): અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. સુરત જિલ્લાના કામરેજ(Kamrej) તાલુકાના વલથાણ(Valthan) નજીક ને.હા નંબર 48 પર આવેલી તોરણ હોટલ (Toran Hotel)ની સામે મુંબઈ (Mumbai)થી અમદાવાદ(Ahmedabad) જતા હાઇવે નજીક પાર્ક કરેલી ઇકો ગાડીને પાછળથી આવેલી ઇકો ગાડીના ચાલકે પુરપાટ ઝડપે ગફ્લટભરી હંકારી ધડાકાભેર ભટકાડી હતી. પાર્ક કરેલી ઇકો ગાડી આગળની ઇકો ગાડી સાથે ભટકાતા ટ્રિપલ ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ તલામુવાડા ગામના વતની પ્રવિણ સુખાભાઈ બારીયા ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં સેન્ટીંગનું કામ કરે છે. ગત 25 ઓગષ્ટના રાત્રીના સમયે સેન્ટીંગનું કામ કરતા પ્રવિણ સુખાભાઈ બારીયા તેમજ તેમના નાના ભાઈ દિનેશ સુખાભાઈ બારીયા તેમની ઇકો ગાડીમાં બેસી કામરેજ તાલુકાના ઉંભેળ નજીક આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી તેમના વતન ગોધરા ખાતે જવા નીકળ્યા હતા.

આ દરમિયાન વલથાણ નહેર પાસે આવેલા સર્વિસ રોડ પર ગોધરા વિસ્તારમાંના રહેવાસીની પાર્ક કરેલી ઇકો ગાડી પાછળ તેમની ઇકો ગાડી ચાલુ રાખી પાર્ક કરી પેશાબ ક્રિયા માટે ગયા હતા. ત્યારે પુરપાટ ઝડપે ગફલતભરી હંકારી અન્ય બીજી એક ઇકો ગાડીના ચાલકે તેની પાર્ક કરેલી ઇકો ગાડી સાથે ધડાકા ભેર અથડાવી દીધી હતી. જેથી તેમની ઇકો ગાડી ઘસડાઈને આગળની પાર્ક કરેલી ઇકો ગાડી સાથે ભટકાઈ હતી. આ દરમિયાન ઇકો ગાડી આગળ ઉભેલા પ્રવિણ સુખાભાઈ બારીયાના ભાઈ દિનેશભાઈ બંને ગાડી વચ્ચે ભીસાય જતા ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમજ તેમને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સુરત ખાતેની સ્મીમેર હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઇકો ગાડીને અંદાજીત 1.50 લાખનું નુકસાન તેમજ અકસ્માતમાં પોતાના નાના ભાઈ દિનેશ ભાઈ બારીયાને માથાના ભાગે ગંભીર ઇજા તેમજ પાંસળીના ભાગે ફ્રેક્ચર સહિત નાની મોટી ઇજા થવા પામી હતી. આ અંગે પ્રવિણ સુખાભાઈ બારીયાએ તેમની ઇકો ગાડી સહિત પોતાના ભાઈને ઇજા પહોંચાડનાર ઇકો ગાડીના ચાલક અને અમદાવાદ મણિનગર ખાતે રહેતા ધર્મેશ આત્મારામ ખલાસી વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને પગલે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *