ઘણીવાર મકાન તેમજ હોટેલ ધરાશાયી થવાંની ઘટના સામે આવતી હોય છે, તેમજ આવી ઘટનામાં ઘણીવાર લોકો પોતાનાં જીવ પણ ગુમાવતાં હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.ઉત્તર ચીનમાં આવેલ એક ગામમાં કુલ 80 વર્ષની વયનાં વૃદ્ધની જન્મદિનની પાર્ટી ચાલી રહી હતી ત્યારે અચાનક કુલ 2 માળની રેસ્ટોરન્ટની બિલ્ડીંગ ધરાશાયી થતાં જ દુર્ઘટનામાં કુલ 29 લોકોનાં મોત નીપજ્ય હતાં.
બચાવ કામગીરી પૂર્ણ થઇ ગયાં બાદ સત્તાવાળાએ જણાવતાં કહ્યું હતું, કે દુર્ઘટનામાં બીજાં કુલ 29 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તો પૈકી કુલ 7 લોકોની સ્થિતિ ખુબ જ ગંભીર છે.કાટમાળ નીચેથી કુલ 57 લોકોને જીવતાં બચાવી લેવામાં આવ્યા હતાં.
દુર્ઘટના સર્જાતાંની સાથે જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્નિફર ડોગનો ઉપયોગ કરીને બચાવ કામદારો કામે લાગી ગયાં હતાં. ક્રેન તથા હાઇ ટેક સેન્સરથી કાટમાળમાં શોધખોળ કરીને કોંક્રિટ સ્લેબને દુર કરીને ફસાયેલ લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.
શનિવારનાં રોજ સવારનાં 9:40 વાગ્યે ઇમારત તૂટી પડી હતી. ચીની અખબારે જણાવતાં કહ્યું હતું, કે કેબિનેટનું વર્ક સેફ્ટી પંચ દુર્ઘટના પાછળ રહેલ કારણની તપાસ કરશે. ઓદ્યોગિક સુરક્ષા મોરચે ચીનમાં મોટાપાયે સુધારો છે પણ ગ્રામીણ વિસ્તારોમાં બિલ્ડીંગ નિર્માણનાં માપદંડ હજી પણ બોદા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews