અદાણી બન્યા “એરપોર્ટ કિંગ” -મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સાનું કર્યું અધિગ્રહણ

હાલમાં ગઈકાલે જ એટલે કે 30 ઓગસ્ટનાં રોજ ભારત દેશનાં સૌથી વધુ અમીર તેમજ ખુબ જ નામના ધરાવતાં મુકેશભાઈ અંબાણીએ ‘બીગ બજાર’ ની ડીલ ફાઈનલ…

હાલમાં ગઈકાલે જ એટલે કે 30 ઓગસ્ટનાં રોજ ભારત દેશનાં સૌથી વધુ અમીર તેમજ ખુબ જ નામના ધરાવતાં મુકેશભાઈ અંબાણીએ ‘બીગ બજાર’ ની ડીલ ફાઈનલ કરી હતી. ત્યારબાદ આવાં જ અન્ય સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે.

અદાણી ગ્રુપ મુંબઇ એરપોર્ટ પર કુલ 74% હિસ્સો હસ્તગત કરશે. આ બાબતે અદાણી જૂથે જણાવતાં કહ્યું હતું, કે એણે મુંબઈ એરપોર્ટ પર હિસ્સો હસ્તગત કરવાનો કરાર કરેલો છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની હાજરીમાં જ અદાણી જૂથ દેશનાં સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બનવાનું લક્ષ્ય ધરાવે છે.

મુંબઈ એરપોર્ટ એ દેશનું દ્રિતીય ક્રમનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.અદાણી ગ્રૂપે મુંબઇ એરપોર્ટનાં ઓપરેટર ‘મુંબઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ’ એટલે કે MIALમાં કુલ 50.5% હિસ્સો તથા એરપોર્ટ કંપની દક્ષિણ આફ્રિકા તેમજ બિડવેસ્ટ ગ્રુપ જેવાં બીજાં લઘુમતી શેરહોલ્ડરોમાં કુલ 23.5% હિસ્સો હસ્તગત કરી લીધો છે.

માર્ચ વર્ષ 2019માં અદાણી ગ્રૂપે દક્ષિણ આફ્રિકાની બિડવેસ્ટ કંપનીમાં કુલ 13.5% હિસ્સો કુલ 1,248 કરોડમાં ખરીદવાની મંજુરી આપી હતી. જૂથે એનાં પહેલાં ઇનકાર રાઇટનો ઉપયોગ કરીને અથવા શેરની ખરીદી પર પહેલી યોગ્ય જોગવાઈનો ઉપયોગ કરીને સોદાને નકારી હતી પણ જીવીકે આ હિસ્સાની ખરીદવા માટે પૈસા એકત્ર કરી શક્યો નહીં તથા મામલો કોર્ટમાં ગયો હતો.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જીવીકે ગ્રુપની આર્થિક સ્થિતિ બરાબર નથી.અદાણી જૂથ બંદર વિસ્તારમાં મજબૂત પકડ બનાવ્યા પછી એરપોર્ટ પર દાવ લગાવી રહ્યો છે. જૂથને હાલમાં કુલ 6 એરપોર્ટ ચલાવવાનાં કરાર પ્રાપ્ત થયા છે. જેમાં લખનઉ, જયપુર, ગુવાહાટી, અમદાવાદ, તિરુવનંતપુરમ તથા મેંગ્લોરનો સમાવેશ થાય છે.

હવે મુંબઈ એરપોર્ટનું સંચાલન પણ અદાણી જૂથ દ્વારા કરવામાં આવશે. આમ, અદાણી હવે ભારતનાં નવાં એરપોર્ટ કિંગ બની રહ્યા એવું દ્રશ્ય ઉભું થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *