ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવો સામે આવતા રહેતા હોય છે. જેમાં કેટલાય નિર્દોષ વ્યક્તિઓના મોત થાય છે. કોઈ અન્યની ભૂલને કારણે બીજા વ્યક્તિઓને તેનો ભોગ બનવું પડી રહ્યું છે. ત્યારે આવો જ એક અકસ્માત રાજ્યના મોડાસા તાલુકામાં બન્યો છે.
મળતી મહીતી અનુસાર, મોડાસા(Modasa) તાલુકાના ગઢડા ગામે રહેતા બીપીનભાઈ ભીખાભાઈ પટેલ ખેતરમાં કામકાજ માટે રાજેન્દ્ર નગર ચોકડી તરફ ના રોડ પર ગઢડા ગામની સીમમાં ગત સોમવારના રોજ મોટર સાયકલ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં GJ.18.AM.3789 નંબરનો કાર ચાલક મોટર સાયકલ નંબર. GJ.09.AP.8407 ને ટક્કર મારીને નાસી છુટ્યો હતો.
અકસ્માતમાં બાઈક ચાલકને શરીરે ખુબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો. ત્યાર પછી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારજનોમા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
આ અકસ્માતના પગલે વિનોદભાઈ ભીખાભાઈ પટેલે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા રૂરલ પોલીસે અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરી છે અને અકસ્માતને અંજામ આપીને ફરાર થયેલ કાર ચાલકને ઝડપી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.