ડીસા(ગુજરાત): કેટલાક સાપો ચોમાસા દરમિયાન પાણી ભરાતા દરમાંથી બહાર આવે છે. ત્યારે ખેતર અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના પરિવાર અને બાળકોની તકેદારી રાખવી ખુબ જરૂરી છે. ડીસા તાલુકાના મુડેઠા ગામે ખેતરમાં રમતી 2 વર્ષની બાળકીને સાપ કરડ્યો હોવાનો બનાવ જોવા મળ્યો છે.
ખેતરમાં માતા-પિતા કામ કરી રહ્યા હતા. ત્યારે 2 વર્ષની બાળકીને સાપ કરડ્યો હતો. તેને સારવાર માટે તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે, સારવાર બાદ બાળકીની તબિયત સારી છે. ડીસા તાલુકાના મુડેઠા ગામમાં એક ખેતરમાં માતા-પિતા કામ કરી રહ્યા હતા. ત્યારે ખેતરમાં તેમની નાની બાળકી તેમની પાસે રમી રહી હતી.
ત્યારે અચાનક જ સાપ આવીને આ બાળકીને ડસી ગયો હતો. બાળકીએ ચીસો પાડતા માતા-પિતાને જાણ થઇ હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમે બાળકીને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સદનસીબે સારવાર પછી બાળકીની તબિયત સુધારા પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.