લગ્ન કરવાં માટે બોયફ્રેન્ડે ના પાડી તો યુવતીએ જાહેરમાં જ કર્યું એવું કે, જાણીને દંગ રહી જશો

ઘણીવાર એવી ઘટના સામે આવતી હોય છે કે, કોઈ યુવકે યુવતીની સાથે લગ્ન કરવાની ના પાડી હોય તો યુવતી આપઘાતનું પગલું ભરતી હોય છે પરંતુ…

ઘણીવાર એવી ઘટના સામે આવતી હોય છે કે, કોઈ યુવકે યુવતીની સાથે લગ્ન કરવાની ના પાડી હોય તો યુવતી આપઘાતનું પગલું ભરતી હોય છે પરંતુ હાલમાં જે ઘટના સામે આવી છે એને જાણીને તમને ખુબ નવાઈ લાગશે. એક યુવતીએ તેના બોય ફ્રેન્ડની સાથે બ્રેક અપ થયા પછી પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા હોવાની ઘટના સામે આવી છે.

તેણીએ પોતાના પરિવાર તથા મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે. આની સાથે જ આ શુભપ્રસંગ માટે તેણીએ 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. લગ્નની વિધી પુર્ણ થયા બાદ અરીસાને ચુંબન કર્યું હતું. અન્ય કેટલીક યુવતીઓની જેમ મેગનને પણ નવોઢા તરીકે લગ્ન કરવાની ઇચ્છા હતી પણ જે દિવસે લગ્ન નકકી થયા એના એક મહિના અગાઉ જ તેનો બોય ફ્રેન્ડ અલગ થઈ ગયો હતો.

આ યુવતી લગ્ન કરવા માંગતી હતી પણ લગ્નના એક મહિનાં અગાઉ જ તેનો બોય ફ્રેન્ડ છુટો પડી જતાં લગ્નના સપનાં ચકનાચૂર થઇ ગયા હતા. ત્યારબાદ યુવતીએ પરફેકટ પાર્ટનરની સાથે વેડીંગની રાહ જોવાની જગ્યાએ પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

જે રીતે મોટા ભાગની નવવધૂઓ લગ્નનાં દિવસને ખાસ દિવસ તરીકે ઉજવતી હોય છે તેમ આ યુવતીએ પણ તેના ખાસ દિવસની યોજના બનાવી હતી. કસ્ટમ મેડ વેડિંગ કેકનો ઓર્ડર આપ્યો હતો તેમજ પોતાનો સંપૂર્ણ વેડીંગ ડ્રેસ તૈયાર કરાવીને ડાયમંડ રીંગ પણ ખરીદી હતી.

જો કે, યુવતી કબુલ કરે છે કે જાતની સાથે લગ્ન કરવાનો નિર્ણય સરળ ન હતો. મિત્રો તથા પરિવાર તેના નિર્ણયને કેવી રીતે લેશે. કદાચ તેના આ નિર્ણયને લોકો પાગલ તરીકે પણ દર્શાવી શકે. યુવતીની માતા શરૂઆતમાં ચિંતિત હતી કે, એનાં પોતાની જાત સાથેના લગ્નને લોકો અહંકારી તરીકે ગણાવશે.

લગ્નમાં ફક્ત 10 લોકોની હાજરીમાં મેરેજ સેરમની રાખવામાં આવી હતી તેમજ કોવિડ-19ની ગાઇડલાઇન્સ પ્રમાણે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આની સાથે જ જાતે રીંગ પહેરીને અરીસામાં જાતે જ પોતાને ચુંબન કર્યું હતુ. લગ્નની વિધી પુર્ણ થયા બાદ ડાન્સ પણ કર્યો હતો. આ ઘટના અમેરિકાનાં એટલાન્ટામાં આવેલ જર્યોજિયા શહેરમાંથી સામે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *