સ્વાતંત્ર પર્વ પર રોટ્રેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા અનોખી ઉજવણી; સુરતીઓનો કર્યો અભાર વ્યક્ત, જાણો કારણ

Independence Day: ગઈકાલે 15 ઓગષ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે રોટ્રેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા સુરતની જનતા જે ટ્રાફિક સિગ્નલનું પાલન કરી રહી છે તે કરવા બદલ હાથમાં પોસ્ટર લઈને આભાર વ્યક્ત(Independence Day) કર્યો હતો. સાથે જ પોલીસ જવાનો અને ટ્રાફિકનું પાલન કરાવનાર જવાનનો પણ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

હાથમાં પોસ્ટર લઇ સુરતની જનતાનો આભાર વ્યક્ત કર્યો
ગઈકાલે એટલે કે 15મી ઓગષ્ટના દિવસે રોટ્રેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ટ્રાફિકના નિયમનું પાલન કરતી સુરતની જનતા માટે હાથમાં પોસ્ટર લઈને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.ત્યારે આ પ્રોજેક્ટમાં વરાછા અને મોટા વરાછાના 25 સિગ્નલ પર હોલ્ડિંગસ્ લઈને ક્લબના મેમ્બરોએ સુરતની જનતાને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ નિયમોનું પાલન કરવા બદલ આભાર વ્યક્ત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

આ લોકોએ કર્યું પ્રોજેક્ટનું આયોજન
આ પ્રોજક્ટનું આયોજન પ્રેસિડેન્ટ સોહમભાઈ હિરપરા અને સેક્રેટરી દિવ્યેશભાઈ સોજીત્રાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રોજેકટના ચેરમેન હરેશ કાજરીયા અને કાજલ માવાણી દ્વારા પણ ખુબ મોટો સહયોગ ફાળવવામાં આવ્યો હતો.\

સુરતમાં વરાછા રોડ ખાતે કાર્ય કરતી રોટ્રેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ 9 એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. વર્ષ 2017-18 માટે બેસ્ટ કલબ ઓફ ધ યર એવોર્ડ એનાયત થયો.