સુરતના જાગૃત યુવકની અનોખી પ્રેરણારૂપી કંકોત્રી- સાત મંગળફેરા સાથે સમાજને આપ્યા સપ્તપદીના આ 7 વચન

સુરત(Surat): લોક જાગૃતિ માટે સદા તત્પર રહેતા એવા સુરતના જાગૃત યુવાન વિકાસ રાખોલીયા(Vikas Rakholiya) જ્યારે પોતાના જીવનસાથી સાથે જિંદગીના સાત ફેરા ફરવા જઈ રહ્યા છે ત્યારે પોતાના લગ્નની કંકોત્રી દ્વારા સમાજને સપ્તપદીના સાત વચનો રૂપી જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સાત મંગળ ફેરા સંગ સમાજને સપ્તપદીના સાત વચન સંદેશ:
પ્રથમ વચન વૃક્ષો વાવીએ અને વવડાવીએ, બીજું વચન ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ, ત્રીજું વચન વ્યસન અને વ્યાજ ખોરીથી દૂર રહીએ અને બીજાને દૂર રાખીએ, ચોથું વચન રક્તદાન કરીએ અને કરાવીએ, પાંચમું વચન ચક્ષુદાન અને દેહદાન નો સંકલ્પ કરીએ, છઠ્ઠું વચન સમાજ કે રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ, સાતમુ વચન લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ.

આમ કુલ સાત જેટલા પ્રોત્સાહિત વાક્યો પોતાની લગ્નની કંકોત્રીમાં લખ્યા છે. સાથે જ સરકારની ગાઇડલાઇન શું છે વગેરે બાબતની ખૂબ જ વિગતવાર સમજાવતી બધી જ માહિતી કંકોત્રીમાં છાપવામાં આવી છે. જે પોતાના જીવનરૂપી સાત મંગળફેરારૂપી સમાજને જાગૃતિ માટે સમાજ સપ્તપદીના સાત વચનો ઘર ઘર સુધી પહોંચે તે માટે સંદેશ આપવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ સાત વચનો થકી દરેક વચનમાં સમાજને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સાથે જ કંકોત્રીમાં લખવામાં આવ્યું છે કે, પ્રસંગની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવશે. ત્યારે લગ્નના આ સમારોહમાં દેશભક્તિ પણ જોવા મળી રહી છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત કહી શકાય.

અગાઉ પણ સમાજમાં પ્રસરાવી ચુક્યા છે પ્રેરણારૂપી સંદેશ:
મહત્વનું છે કે, અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં અકાળા ગામના વતની એવા વિકાસ જયસુખભાઈ રાખોલિયાની સગાઇ રિદ્ધિ વાડદોરીયા સાથે નક્કી થઈ હતી અને તેમને નક્કી કર્યું હતું કે, તે પોતાની સગાઈમાં ખોટા ખર્ચા કરવાને બદલે તે રકમ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે અને જે પણ જરૂરીયાતમંદ બાળકોને ખરેખર ભણવામાં મુશ્કેલી પડી રહી હોય તેવા બે બાળકોને સિલેક્ટ કરી તેમનો ભણતરનો ખર્ચ પણ ઉપાડ્યો હતો.

સુરત: નવયુવાન યુગલે સગાઈપ્રસંગમાં ખોટો ખર્ચ કરવાને બદલે કર્યો એવો નિર્ણય, જે સાંભળીને ચારેકોર થઈ રહી છે વાહ વાહ

તમે પણ તમારા ઘરે આવતા પ્રસંગને એવી રીતે ઉજવો કે જે પ્રસંગ યાદગાર બની જાય. આપણા દેશમાં લાખો પરિવારના બાળકો એવા છે જે બાળકો નાનપણથી જ શિક્ષણથી વંચિત છે. કોઈ બાળકના ઘરની પરિસ્થિતિ ખરાબ છે તો કોઈ ને ઘરની જવાબદારીઓ જ ભણાવી ન શકતી હોય.

વિકાસ રાખોલિયા અને રિદ્ધિ વાડદોરીયાએ કહ્યું હતું કે, સમાજના રીતિરીવાજો અને વિચારધારા પ્રમાણે અમે અમારી સગાઇ સાદાઈથી કરીશું જેમાં કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા અને બિનજરૂરી ખર્ચા કર્યા વગર બે એવા બાળકોનો શિક્ષણનો ખર્ચો ઉઠાવશે જે બાળકને તેમના પિતા નથી અને એક બાળકના ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. આ બંને બાળકોનો શિક્ષણ ખર્ચ ઉઠાવીને અમે બંને એ આ બાળકોને મદદરૂપ થવાનું નક્કી કર્યું હતું અને સાદાઈ જ સગાઇ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *