‘વડ જેવા ટેટા, બાપ એવા બેટા’ ગામને ચૂનો લગાવતા સુંદર લાલને તેના જ દીકરાએ લગાવ્યો એવો ચૂનો કે… -જુઓ વિડીયો

તારક મહેતા સીરીયલની લોકપ્રિયતા દિવસોને દિવસે વધી રહી છે. છેલ્લા 14 વર્ષથી ભારતના કરોડો લોકોને મનોરંજન પીરસતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka…

તારક મહેતા સીરીયલની લોકપ્રિયતા દિવસોને દિવસે વધી રહી છે. છેલ્લા 14 વર્ષથી ભારતના કરોડો લોકોને મનોરંજન પીરસતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah ) શો માં દેખાતા સુંદરલાલ ને કોણ નથી ઓળખતું? દયાબેન નો વીરો અને જેઠાલાલનો પનોતી, સુંદર ગામને ચૂનો લગાવવા માટે ખુબ ફેમસ છે. હાલ સોશિયલ મીડિયામાં સુંદરલાલનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેનો જ દીકરો તેને ચૂનો લગાવી રહ્યો છે.

એક કહેવત છે ને કે ‘વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા.’ આ કહેવતને સાર્થક કરતો કોમેડી વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે, ચૂનો લગાડવામાં સુંદર લાલ ને કોઈ ન પહોંચી વળે, પરંતુ તેના જ દીકરાએ સુંદરલાલ ને એવો ચૂનો લગાડી દીધો કે સુંદરલાલ ને રડવાનો વારો આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mayur Vakani (@mayur_vakaniofficial)

વાસ્તવમાં સોશિયલ મીડિયામાં એક કોમેડી વિડીયો વાયરલ થયો છે. જેમાં સુંદર લાલ તેના દીકરાનું રીઝલ્ટ જોઈને કહે છે કે, જો જો તારા દીકરાને કેટલા ઓછા માર્ક્સ આપ્યા. ગુસ્સામાં સુંદર લાલ તેના દીકરાને બે ચાર ઝાપટ મારવાની વાત કરે છે. ત્યારે વળતો જવાબ આપતા તેનો જ દીકરો કહે છે કે, ‘ચાલો ચાલો તમને મારી ટીચર નું ઘર બતાવું…’ એટલે દીકરો એવું કહેવા માંગે છે કે, તમારે ઝાપડ જ મારવી છે તો, ચાલો મેં મારી ટીચરનું ઘર જોયું છે.

 

View this post on Instagram

 

A post shared by Mayur Vakani (@mayur_vakaniofficial)

તમને જણાવી દઈએ કે, સુંદરલાલ એટલે કે મયુર વાકાણી, દિશા વાકાણી દયાબેનના સગા ભાઈ છે. આ દિવસોમાં મયુર વાકાણી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર તેના દીકરા સાથે કોમેડી વિડીયો બનાવી લોકોને મનોરંજન પીરસી રહ્યા છે. લોકો પણ તેમના વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સાથે તેમના દીકરાના અભિનયને જોઈને પણ કોમેન્ટ કરી રહ્યા છે કે મોટો થઈને આ પણ કલાકાર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *