આપણે સૌ લોકોએ જાણ્યું હશે કે કેટલાક લોકો બેઠા બેઠા સુઈ જાય છે પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ ચાલતા ચાલતા સુઈ જાય? આજે અમે તમને આવી જ એક જગ્યા વિષે જણાવીશું જ્યાં લોકો ઓફીસ, રસ્તા અને ગમે તે સમયે ગમે ત્યાં સુઈ જાય છે. આ સ્થળ કઝાકિસ્તાનનું એક નાનકડું ગામ કાલાચી છે. જ્યાં લોકો ગમે તે સમયે ગમે ત્યાં સુઈ જાય છે.
કાલાચી નામનું આ ગામ જ્યાં રહેતા લોકો છેલ્લા કેટલાય સમયથી એક જુદા જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં લોકો ગમે ત્યારે ગમે તે સમયે સુઈ જાય છે. તેઓ એક વાર સુઈ જાય પછી તેઓ ફરીવાર ક્યારે જાગશે તે અંગે કોઈને જાણ નથી હોતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, અહીયાના લોકો કેટલીક વાર એક સપ્તાહ સુધી સુતા રહે છે અને અચાનક જ એક દિવસ નિંદ્રામાંથી બહાર આવી જાય છે.
આ ગામમાં આ રીતે સૂવાનો પહેલો કિસ્સો વર્ષ 2010 માં બન્યો હતો અને ત્યારથી વૈજ્ઞાનિકો અને સંશોધનકારો તેના પર સંશોધન કરી રહ્યા છે. જોકે કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે, આ ગામના લોકો એક વિચિત્ર રોગથી પીડિત છે. પરંતુ હજી સુધી આપણે આ રોગ વિશે શોધી શક્યા નથી. આ સિવાય કેટલાક ડોકટરો માને છે કે અહીં દૂષિત પાણીના કારણે આવું થાય છે!
આ રોગની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આવા રોગથી પીડાતા લોકોને એ પણ ખ્યાલ હોતો નથી કે તેઓ ક્યારે અને ક્યાં સૂતા હતા. આ રોગથી પીડાતા લોકો અચાનક ઘરની બહાર અથવા ઘરની બહાર રસ્તા પર, બગીચામાં અથવા બજારોમાં ગમે ત્યાં સૂઈ જાય છે. આ ગામમાં આશરે 600 લોકો વસે છે અને તેમાંથી લગભગ 14 ટકા લોકો આ રોગથી ગ્રસ્ત છે. આ રોગને લીધે આ ગામ સ્લીપી હોલો તરીકે પણ ઓળખાય છે.
આવો પહેલો કિસ્સો સામે આવ્યો જ્યારે કેટલાક બાળકો અચાનક સ્કૂલમાં સૂઈ ગયા અને આ કેસ પછી આ રોગથી પીડિત લોકોની સંખ્યા ધીરે ધીરે વધવા લાગી. આ રોગ શા માટે થાય છે અને તેની સારવાર શું છે, તે જાણવા માટે હજી સુધી કોઈ જાણી શક્યું નથી. આ વિચિત્ર બીમારીએ આ ગામના દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.