સૌરાષ્ટ્રનું એકમાત્ર એવું ગામ કે, જ્યાં પેઢીઓથી ચાલી આવતી પરંપરા હાલના સમયમાં પણ છે જીવંત -જાણીને ગર્વ થશે

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ગર્વ થશે. સૌરાષ્ટ્રની ધરતી પર ચાના શોખીન લોકોને નિરાશ થવાનો વારો આવે નહીં,એવો આ ધરાનો પ્રતાપ છે પણ સૌરાષ્ટ્રમાં એક ગામ એવું છે કે, જ્યાં ચા નું વેચાણ થતું જ નથી. જો ચા પીવાની તલબ લાગે તો સ્થાનિક લોકોની મહેમાન નવાજી માણવી જ પડે. અહીં ઉપલેટા તાલુકામાં આવેલ કોલકી ગામની વાત થઇ રહી છે.

કોલકી ગામની વસ્તી અંદાજે 6,500 ની આસપાસ :
આ ગામની અંદર હાલના સમયમાં એક પણ ચાની લારી અથવા તો દુકાન તથા કેબીન નથી. કોલકી ગામની વસ્તી અંદાજે 6,500 જેટલી છે તેમજ આ ગામમાં રાજા રજવાડાનાં સમયથી કોઈપણ જગ્યાએ ચાનું વેચાણ જ કરવામાં આવતું નથી.

જેને કારણે કોઈને વ્યસન ન થાય તથા જે ખર્ચ ચા માટે કરવામાં આવે એમાં પણ બચત થાય. ચાના પ્યાસીઓને જો ચાની ચૂસકી મારવી હોય તો મહેમાન તરીકે કોલકી ગામમાં કોઇના ઘરે જવું પડતું હોય છે ત્યારે ચા પીવા મળે છે. લોકો જણાવે છે કે, આ પરંપરા અમે એટલા માટે જાળવી રાખી છીએ કે, જેને કારણે મહેમાન અમારા ઘરે આવે તથા એ રીતે અમારી ઓળખાણ વધે.

યુવાનો અવળે માર્ગે ન જાય તેમજ સંબંધોની મીઠાશ જળવાઈ રહે એ જ મુખ્ય ધ્યેય :
કોલકીના સરપંચ રમણીકભાઈ ખાંટે જણાવતાં કહે છે કે, આજના સમયમાં માણસ સંબંધની મીઠાસ ભૂલી ગયો છે. અમારા કોલકી ગામમાં સંબંધની મીઠાસ માટે ફરજિયાત મહેમાન તરીકે ઘરે આવીને સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે. સબંધો યાદગાર બની રહે તથા યુવાધન અવળે માર્ગે ચડી ન જાય તથા વ્યસન મુક્ત રહે તેમજ ચાનો ખર્ચ પણ બચે માટે અત્યાર સુધીમાં ચાની કિટલી ચાલતી જ નથી તેમજ ગ્રામજનો પણ વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યા છે.

લોકો પણ પરંપરા જાળવી રાખવાના મૂડમાં
કોલકીના રહેવાસી મનસુખભાઈ મૂળજીભાઈ સોલંકીએ જણાવ્યું કે, મારો જન્મ કોલકીમાં થયો છે તેમજ અહીં રહું છું. મેં આજ સુધીમાં ક્યારેય પણ ગામની અંદર ચાની કીટલી કે દુકાન જોઈ નથી. ચા પીવા બહાને આવતા મહેમાનો અમારા માટે મોંઘેરા હોય છે તથા સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે. લોકોને પણ આજની તારીખે આ પરંપરા જાળવી રાખવામાં આનંદ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *