વડોદરામાં થશે ક્યારેય ન થયા હોય તેવા લગ્ન, આ યુવતી કરશે ‘આત્મવિવાહ’

વડોદરા(Vadodara): ઘણી વાર આપણે લગ્ન(Marriage) વિષે અનોખા કિસ્સાઓ સાંભળીએ છીએ. પરંતુ હાલમાં જે વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે, તે ખરેખર ચોંકાવનારા છે. સામાન્ય રીતે તો લગ્ન હંમેશા બે વ્યક્તિ વચ્ચે થાય છે. પરંતુ અહીં, દૂલ્હન અને વરરાજો એક જ યુવતી છે. વડોદરાની રહેવાસી 24 વર્ષીય ક્ષમા બિદુએ પોતાની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર મળતાની સાથે જ દરેક લોકોને નવાઈ લાગે છે.

મળતી માહિતી અનુસાર ક્ષમાના માતા-પિતા તેના આ નિર્ણયથી રાજી છે. તેથી ક્ષમા 11 જૂનના રોજ પોતાની સાથે જ લગ્ન કરવા જઈ રહી છે. તેથી ક્ષમાએ પોતાના લગ્ન માટે કપડાથી લઇને જ્વેલરી સુધીની બધી જ ખરીદી કરી લીધી છે. તે દૂલ્હન બનીને મંડપમાં બેસવા માટે તૈયાર છે. જોકે તેની સાથે ફેરા ફરવા માટે વરરાજા નહીં હોય. ક્ષમાના લગ્ન પારંપરિક અનુષ્ઠાન સાથે થશે.

ક્ષમાના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પહેલા તેણે ઓનલાઇન રિસર્ચ પણ કર્યું કે ભારતમાં કોઇ મહિલાએ પોતાની સાથે જ લગ્ન કર્યા છે કે નહીં. જોકે આ દરમિયાન ક્ષમાને કોઇ સંતોષજનક પરિણામ મળ્યા ન હતા. ક્ષમાનું કહેવું છે કે કદાચ હું પોતાના દેશમાં સેલ્ફ લવનું ઉદાહરણ સ્થાપિત કરનારી પ્રથમ યુવતી છું. વધુમાં ક્ષમાએ જણાવ્યું હતું કે, તેના માતા-પિતા ખુલ્લા વિચારોવાળા છે અને તેમણે લગ્ન માટે આશીર્વાદ આપ્યા છે.

ક્ષમાએ વધુમાં કહ્યું કે, સામાન્ય રીતે લોકો જેને પ્રેમ કરતા હોય તેની સાથે લગ્ન કરતા હોય છે. તેથી હું પણ એ જ કરું ચુ. હું મારી જાતને જ પ્રેમ કરું છુ, તેથી પોતાની સાથે જક લગ્ન કરી રહી છું. તેમજ ક્ષમાએ પોતાના લગ્ન માટે ગોત્રીનું મંદિર પસંદ કર્યું છે. લગ્નના ફેરા માટે તેણે પાંચ કસમો પણ લખી છે. લગ્ન પછી ક્ષમા હનીમૂન ઉપર જ જશે. આ માટે તેણે ગોવાની પસંદગી કરી છે. જ્યાં તે બે સપ્તાહ સુધી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *