અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જઈ રહ્યો છે. એવામાં વધુ એક ઘટનાના સમાચાર મળી આવ્યા છે. તેલંગાણા (Telangana)ના રાજેન્દ્રનગર (Rajendranagar)માં કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, ટ્રાફિક સિગ્નલ(Traffic signal) ખુલતા બધા વાહનો વારાફરતી ચાલવા લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલા પોતાની દીકરીનો હાથ પકડી ટ્રાફિક સિગ્નલ ખુલી ગયું હોવા છતાં રોડ ક્રોસ કરી રહી હતી.
આ દરમિયાન બસચાલકને તેની આગળની સાઇડ કંઈ દેખાયું નહીં. ધીમેથી ચાલતી બસની ટક્કરે પહેલાં બાળકી અને પછી મહિલા પડી ગઈ. જોતજોતામાં બંને પર બસના આગળના વ્હીલ ફરી વળ્યા. કમકમાટીભર્યા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
View this post on Instagram
આ ઘટનામાં મા-દીકરી બંનેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના ચાર રસ્તા પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાહનોની અવરજવર વચ્ચે રોડ ક્રોસ કરતી મા-દીકરી કેવી રીતે બસના વ્હીલમાં કચડાઈ જાય છે. મહત્ત્વનું છે કે, પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં ઉતાવળમાં રોડ ક્રોસ કરવાને લીધે મહિલા અને તેની દીકરીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.