યાત્રાધામ પાવાગઢમાં સર્જાઈ મોટી દુર્ઘટના- લોકો પર ધરાશાયી થયો મંદિરનો ઘુમ્મટ, એકસાથે 9થી વધુ શ્રદ્ધાળુઓ… ‘ઓમ શાંતિ’

ગુજરાત(Pavagadh, Gujarat): પાવાગઢ(Pavagadh)ના માચી ખાતે દુર્ઘટના બનવા પામી છે. યાત્રાધામમાં દર્શનાર્થે આવેલા લોકો માટે બનાવવામાં આવેલ વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો છે. જેમાં 10થી વધુ લોકો દટાયા (More than 10 people were buried) છે અને એક મહિલાનું મોત (Woman Died In Pavagadh) થયું છે. બપોરે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઉભા હતા એ સમયે દુર્ઘટના સર્જાતા 3 મહિલાઓ, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા.

પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં આ ગમખ્વાર દુર્ઘટના બની છે. એટલું જ નહીં, 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે.

પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા. આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ વરસતા આ રેન બસેરા નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આશરો લઈ ઉભા હતા.

તે સમયે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતા ગંભીર રીતે ઘવાઈ હતી. જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતા તે પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

સ્થાનિક પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ થતા ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ સભ્યો એક જ પરિવારના હતા. જ્યારે એક મહિલા અને એક પુરુષ માતાજીના દર્શને આવેલા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *